અલ્પા પટેલ પોતાના જીવનસાથી સાથે પહોંચ્યા હનીમૂન માટે. ફોટા અને વિડીયો થયા વાયરલ

ગુજરાતના ગાયક કલાકારો દેશ વિદેશમાં પ્રખ્યાત થઈ રહ્યા છે. તેમની કલાની કદર વિદેશમાં પણ થાય છે તેના કારણે તેમની ચાહના પણ સતત વધી રહી છે. આવા જ એક કલાકાર છે અલ્પાબેન પટેલ. અલ્પા પટેલે 17 તારીખે ઉદય ગજેરા સાથે લગ્ન કર્યા હતા.

અલ્પા પટેલ ના લગ્ન ભવ્ય અને શાનદાર રીતે થયા. અલ્પા પટેલ ના લગ્નમાં ગુજરાતના જાણીતા કલાકારોએ પણ હાજરી આપી હતી. ઉદય ગજેરા સાથે અલ્પા પટેલ ના લગ્ન થયા ત્યાર પછી બંને જણા હનીમૂન નો સમય માણી રહ્યા છે. લગ્ન પહેલાં તેમણે ઉદય ગજેરા સાથે પ્રી-વેડિંગ ફોટોશૂટ પણ કરાવ્યું હતું જેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ત્યાર પછી તેમના લગ્નની તસવીરો પણ ચર્ચાનો વિષય રહી હતી.

હવે ફરી વખત અલ્પા પટેલ અને તેના પતિની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે આ તસવીરો છે હનીમૂનની. અલ્પા પટેલ હાલ તેના પતિ ઉદય ગજેરા સાથે અમદાવાદ નિકોબારના પ્રવાસે ગયા છે. અહીંથી તેમણે સુંદર ફોટા પણ શેર કર્યા છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અહીંના સુંદર દરિયા કિનારે અલ્પા પટેલ પોતાના પતિની સાથે જોવા મળે છે તસવીરોમાં બંને કપલ ખુબ જ સુંદર લાગી રહ્યા છે.

અલ્પા પટેલ આજે સફળ જીવન જીવી રહ્યા છે પરંતુ તેમણે સંઘર્ષ પણ ઘણા વર્ષો સુધી કર્યો છે. તેઓ એક વર્ષના હતા ત્યારે તેમના પિતાનો અવસાન થઈ ગયું પછી તેમના માતા અને ભાઈ ઉપર ઘરની જવાબદારી આવી ગઈ. ધીરે ધીરે અલ્પા પટેલે પણ સંતવાણી ડાયરા જેવા કાર્યક્રમમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું અને તેમને પોતાને પણ કાર્યક્રમ મળવા લાગ્યા. હવે તેમના એક કાર્યક્રમમાં એક લાખથી વધુ ની ફી તેમને આપવામાં આવે છે.

Leave a Comment