આહિર યુવાને અખબાર જેવી છપાવી 6 પાનાની કંકોત્રી, પ્રી વેડિંગ સૂટ પણ હતું અનોખું

હાલો લગ્નની સિઝન ચાલી રહી છે. તેમાં પાંચ ફેબ્રુઆરી અને વસંત પંચમીના દિવસે દેશભરમાં અનેક યુગલો લગ્ન ગ્રંથિથી બંધાયા. હાલના મોડર્ન સમયમાં યુવક યુવતી લગ્ન કરે તે પહેલા પ્રિ વેડિંગ ફોટોશૂટ કરાવે છે અને કંકોત્રીઓ પણ અનોખી રીતે છપાવે છે.

ત્યારે આવી જ એક અનોખી કંકોત્રી અને પ્રિ વેડિંગ શૂટની ચર્ચા જોરથી સોશિયલ મીડિયામાં થઈ રહી છે. આ લગ્ન થયા હતા રાજકોટમાં ખાંડેરા પરિવારમાં. અહીં પરિવારના યુવકના લગ્ન હતા તેની કંકોત્રી છ પાનાની છપાવવામાં આવી હતી. સાથે જ યુવક એક ગામઠી સ્ટાઇલમાં પ્રિ વેડિંગ ફોટો શૂટ કરાવ્યું હતું અને યુવાનોને શીખ આપી હતી.

તેના લગ્નની કંકોત્રીમાં સમાજલક્ષી કવિતા લખવામાં આવી હતી જે ગુલાબદાન બારોટ એ લખેલી હતી. અખબાર જેવી કંકોત્રીમાં તેમણે આહિર સમાજની પરંપરા અને ઇતિહાસને પણ લખાવ્યું હતું.

સાથે જ આ કંકોત્રીમાં લગ્ન માટેની ઉપયોગી માહિતી અને દેશના વડાપ્રધાનના કેટલાક મહત્વના સમાચારો પણ છપાવવામાં આવ્યા હતા. આ લગ્નર રાજકોટના આહિર સમાજના અગ્રણી મેહુલભાઈ ના દીકરાના હતા. નવયુગલે ચાર ફેરા ફરતી વખતે પણ અનોખો સંકલ્પ કર્યો હતો. તેમને 21 એવી દીકરીઓના લગ્ન કરાવવાનો સંકલ્પ કર્યો છે જેના માતા-પિતા કોરોનાના કારણે મૃત્યુ પામ્યા હોય અને તેની આર્થિક સ્થિતિ ખરાબ હોય.

Leave a Comment