આ બે મોઢાવાળા સાપની કિંમત છે 25 કરોડ… કરોડોની કિંમતના સાપને જવું પડ્યું કોર્ટ, જાણો શું છે મામલો

ભારતમાં સાપની અલગ અલગ પ્રજાતિ જોવા મળે છે તેમાંથી કેટલીક પ્રજાતિ દુર્લભ અને ખતરનાક પણ છે. સાથ સાથે બેદરકારી દાખવવાથી ઘણા લોકોને મોતના મુખમાં મુકાવવું પડે છે.. જોકે સાપની કેટલીક પ્રજાતિ એટલી કીમતી છે કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેની કરોડ રૂપિયાની કિંમત છે.

આવા જ એક કીમતી સાપને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ અતિ દુર્લભ પ્રજાતિના સાપ બે મુખવાળા હોય છે. તેને રેડ સેન્ડ બોવા પ્રજાતિ નો સાપ કહેવાય છે. તાજેતરમાં જ આ સાપ બિહારના બેગુસરાઈમાંથી મળી આવ્યો.

આસપની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 25 કરોડ રૂપિયા છે. અહીંના એક ગામના ખેતરમાંથી આ દુર્લભ પ્રજાતિનો બે મોઢાવાળો સાપ મળી આવ્યો. આ વાતની જાણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવને કરવામાં આવી. તેમણે આ મામલે તાત્કાલિક સંઘના લઈને વન વિભાગ ને જાણ કરી અને એક ઓથોરિટી બોલાવી.

વન વિભાગ ના કર્મચારીઓએ દુર્લભ સાપને પકડ્યો. ત્યાર પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો અને પછી વન વિભાગના સંરક્ષણ વિભાગ ને આ સાપ સોંપી દેવામાં આવશે.

આ સાપની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 25 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. આ વાતની જાણ થતા સાપને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

Leave a Comment