આ વૃદ્ધ દંપતીની વ્યથા સાંભળી તમે પણ રડી પડશો… ચાર સભ્ય દીકરા માતા પિતા પાસે કરાવે છે કચરા પોતા

ગરીબમાં ગરીબ દંપત્તિના ઘરે પણ જ્યારે સંતાનનો જન્મ થાય છે તો તેઓ તેનો ઉછેર સારામાં સારી રીતે કરવાનો પ્રયત્ન કરે છે. માતા-પિતા પોતાના સંતાનને એ દરેક સુખ સુવિધા પૂરી પાડવા દિવસ રાત એક કરી દેતા હોય છે જે તેના માટે જરૂરી હોય છે. માતા-પિતાને એક સંતાન હોય કે ચાર તે ક્યારેય કોઈમાં ફરક કરતા નથી. તેઓ દરેક સંતાનને સમાન સુખ અને પ્રેમ આપે છે. પરંતુ આજના આ કળિયુગમાં ચાર સંતાનો મળીને પણ માતા પિતાની સંભાળ લઈ શકતા નથી.

સમાજમાં એવા ઘણા કિસ્સાઓ બને છે જેમાં બાળકો મોટા થઈને જ્યારે આર્થિક રીતે સધ્ધર થઈ જાય છે તો તેમને તેમના માતા પિતા આંખમાં કણાની જેમ ખૂંચવા લાગે છે. સંતાનો પોતાના માતા પિતાએ કરેલો સંઘર્ષ ભૂલી જાય છે અને તેને ભાર ગણવા લાગે છે. જ્યારે કેટલાક સંતાનો માતા પિતા સાથે એવું વર્તન કરે છે જેને જોઈને કોઈનું પણ હૃદય રડી પડે.

તાજેતરમાં જ મધ્યપ્રદેશના ઇન્દોરમાંથી આવી એક ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક વૃદ્ધ દંપત્તિના હાલ બેહાલ થઈ ગયા છે. સૌથી ખરાબ વસ્તુ એ છે કે આ દંપત્તિને એક નહીં પણ ચાર દીકરા છે. ચારે દીકરા આર્થિક રીતે સુખી અને સંપન્ન છે. તેમ છતાં માતા પિતાની હાલત દયનીય છે. ઓમ પ્રકાશ અને સુરજા નાગવંશીને ચાર દીકરા છે. તેમના લગ્ન થઈ ગયા છે અને ચારે દીકરા સારી એવી કમાણી કરે છે. પરંતુ ચારમાંથી એક પણ દીકરો માતા પિતાને સાથે રાખવા ઈચ્છતો નથી. તેમાં પણ જ્યારે દંપત્તિએ પોતાનું બે માળનું મકાન સંતાનોને આપી દીધું ત્યારથી તો દંપત્તિ સંતાનો માટે ભાર બની ગયું.

બે માળના મકાનમાં દીકરાઓ રહે છે અને બધા જ માતા પિતાની અવગણના કરે છે એટલું જ નહીં પુત્રવધુઓ પણ સાસુ સસરા સાથે ખરાબ વર્તન કરે છે. પુત્રવધુઓ વયોવૃદ્ધ સાસુ સસરા પાસે ઘરમાં કચરા પોતા કરાવે છે, નીચેના માળથી બીજા માળ સુધી પાણીની ડોલ ઉચકાવે છે અને ઘરના અન્ય કામો પણ કરાવે છે. આટલું જ નહીં જ્યારે કોઈ બીમાર પડે તો તેની સારવાર પણ કરાવવામાં આવતી નથી.

હજુ તો ત્યારે થઈ જાય કે જ્યારે માતા પિતાને સંતાનો ખાવાનું પણ આપતા નથી. નિરાધાર હોય તેમ આ દંપતિ પાંચ રૂપિયાની રસીદ લઈને એક મંદિરના ભોજનાલયમાં જમવા જાય છે. કોઈ સંબંધીને તેમના પર દયા આવે તો તેમને થોડીક પૈસાની મદદ કરે છે. તો કોઈ વળી તેમને પોતાના ઘરે જમવા લઈ જાય છે.

જોકે સંતાનોની કરતુતો કોઈને ખબર ન પડે તે માટે દીકરાઓએ પિતાને ધમકી આપી હતી કે તે કોઈને આ વાત કરશે તો પુત્રવધુ ની છેડતી કરી છે તેવા આરોપમાં તેને જેલ ભેગા કરી દેશે. જ્યારે પુત્રો અને પુત્રવધુનો વ્યવહાર સહન ન થાય તેવો થઈ ગયો ત્યારે દંપતીએ એક વકીલનું સંપર્ક કર્યો અને તેની મદદથી તેમણે ચાર પુત્ર પર કેસ કર્યો. આ મામલે તાજેતરમાં જ કોર્ટ દ્વારા નિર્ણય સંભળાવવામાં આવ્યો છે. કોટે માતા પિતાના ભરણપોષણ માટે પુત્રોને 1,92 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો. સાથે જ દર મહિને દરેક દીકરાએ 1500 રૂપિયા આપવા તેમાં પણ આદેશ કરવામાં આવ્યો છે.

Leave a Comment