ભગવાન શિવની પૂજા કરવાનું મહિનો એટલે કે શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ માસની શરૂઆતથી જ શિવ મંદિરો ભક્તોના ઘોડાપૂરથી છલકાઈ જાય છે.
આમ તો આપણા દેશમાં અનેક ચમત્કારિક શિવ મંદિરો આવેલા છે પરંતુ આ તમામમાં સૌથી અનોખું છે રાજસ્થાનનું આ મંદિર.
રાજસ્થાનમાં આવેલું આ શિવ મંદિર ખાસ એટલા માટે છે કે ત્યાં રોજ એક સાપ પૂજા કરવા માટે આવે છે. આ વાત જાણીને લોકોને પણ આશ્ચર્ય થાય છે પરંતુ જ્યારે લોકો નજરે આ દ્રશ્ય જોવે છે તો બધા જ સ્તબ્ધ થઈ જાય છે.
છેલ્લા 20 વર્ષથી આ ક્રમ ચાલ્યો આવે છે. સાપ અહીં આવે છે શિવજીની પૂજા કરે છે અને પછી જંગલમાં પરત ફરી જાય છે. આ સાપ રોજ શ્રાવણ મહિના દરમિયાન રોજ શિવ મંદિરમાં જોવા મળે છે.
જ્યારે સવાર થતા ભક્તો શિવ મંદિરમાં દર્શન કરવા આવે છે ત્યારે મંદિરમાં નાગરાજ પહેલેથી જ બેઠા હોય છે.
શિવલિંગ સામે થોડી વાર સાપ બેસે છે અને પછી પ્રદક્ષિણા કરે છે અને પછી જંગલમાં પરત ફરી જાય છે. ભક્તોનું કહેવું છે કે આ સાપ ક્યારેય કોઈને કરતો નથી ન તો કોઈ ભક્તોને પૂજા કરતા અટકાવે છે.
ભક્તો પણ હવે આ ઘટનાથી વાકેફ થઈ ગયા છે તેથી સાપના કારણે કોઈ ડરતા નથી અહીં મોટી સંખ્યામાં શ્રાવણ મહિના દરમિયાન ભક્તો દર્શન કરવા આવે છે.