એક અકસ્માતના કારણે બે ગામોમાં ફરી વળ્યું શોકનું મોજુ, એક સાથે બે ગામમાં ચાર અંતિમયાત્રા નીકળતા સર્જાયા કરુણ દ્રશ્ય

રોડ અકસ્માત ઘણી વખત જીવલેણ સાબિત થતા હોય છે. આવો જ એક અકસ્માત સોજીત્રાના ડાલી નામના ગામમાં થયો હતો. આ ટ્રિપલ અકસ્માતમાં કુલ છ લોકોના મોત નીપજ્યા. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોની બે ગામોમાંથી અંતિમયાત્રા નીકળી અને અકસ્માતના કારણે બે ગામ શોકમાં ગરકાવ થઈ ગયા.

આ ટ્રિપલ અકસ્માતમાં એક પરિવારની માતા અને બે પુત્રીઓ અને બીજા એક પરિવારના બે પિતરાઈ ભાઈઓ અને રીક્ષા ડ્રાઇવરનું મોત થયું. જ્યારે આ લોકોની અંતિમયાત્રા નીકળી ત્યારે તેમની અંતિમયાત્રામાં ગામ લોકો જોડાયા હતા.

એક ગામમાંથી માતા અને તેની બે પુત્રીઓ અને બીજા ગામમાંથી બે ભાઈની અંતિમયાત્રા નીકળી અને આખું ગામ હેબીકે ચડ્યું. બે જુવાન ભાઈઓના અગ્નિદા એક સાથે થતા પરિવાર ભાંગી ગયો હતો. તેમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ગામ લોકો પણ જોડાયા હતા અને મૃતકોના પરિવારના લોકોને હાલત જોઈ ગામજનો પણ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.

અકસ્માત અંગે જાણવા મળતી માહિતી અનુસાર સોજીત્રા ગામના રહેવાસી વિપુલભાઈ નામના વ્યક્તિની પત્ની અને બે પુત્રીઓ રક્ષાબંધનનો તહેવાર કરવા માટે નજીકના ગામમાં ગયા હતા. તેવું રક્ષાબંધન ઉજવીને રીક્ષામાં પરત આવવા નીકળ્યા હતા. આ સાથે જ બોળીયાવી ગામના બે પિતરાઈ ભાઈઓ પણ એક સામાજિક વ્યવહારનું કામ પતાવીને પરત ફરી રહ્યા હતા. આ બંને વાહન એકબીજાથી ક્રોસ થયા તે સમયે હાઈવે પર પુરપાટ ઝડપે આવતીકાલે અકસ્માત સર્જ્યો. કારી રીક્ષા અને બાઇકને અડફેટે લીધી.

આ ટ્રિપલ અકસ્માત એટલો ભયંકર હતો કે જેમાં રિક્ષાનો ચાલક અને તેમાં સવાર માતા અને બંને પુત્રીઓનું નિધન થયું. આ સાથે જ બાઈક પર સવાર બંને ભાઈઓ પણ હાઇવે પર અથડાતા તેમના મોત થયા.

આમ આ અકસ્માતમાં બે ગામના છ લોકોનું મોત થયું. જ્યારે ગામમાંથી છ અંતિમ યાત્રા નીકળી ત્યારે ગામ આખું હિબકે ચડ્યું. અકસ્માત બાદ પોલીસે કાર ચલાવનારની પણ ધરપકડ કરી લીધી છે પોલીસનું કહેવું છે કે આરોપીને પણ ઈજા થઈ છે અને તે સારવાર હેઠળ છે. તેના મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે જેનો રિપોર્ટ આવ્યા પછી જાણી શકાય છે કે તે નશામાં હતો કે નહીં. બીજી તરફ લોકો માંગણી કરી રહ્યા છે કે આ અકસ્માત સર્જનાર અને છ લોકોનો ભોગ લેનાર વ્યક્તિને આંકડામાં આકરી સજા થાય.

Leave a Comment