અત્યાર સુધી તમે લૂંટેલી દુલ્હનનું નામ અનેક કિસ્સા વિશે જાણ્યું હશે. પરંતુ આજે તમને જે કિસ્સા વિશે જણાવવા જઈ રહ્યા છે તેવી વાત આજ સુધી તમે જાણી નહીં હોય. રૂપાળી અને દેખાવડી મહિલાઓને જોઈને પુરુષોના મનમાં ગલી પછી થતી જ હોય છે.
તેવામાં જો કોઈ સ્ત્રી પોતાના સૌંદર્યનું લાભ ઉઠાવી અને કોઈ પુરુષને ફસાવી પોતાના મોજ શોખ પૂરા કરવાનું શરૂ કરે ત્યારે જીવન બરબાદ થઈ જતું હોય છે.
આ પ્રકારની ઘટના રાજસ્થાનના બુંદી જિલ્લામાં બની હતી. અહીં જેમ ટ્રેનર તરીકે કામ કરતા વિવેક નામના યુવકના લગ્ન દેખાવડી પ્રિયા સાથે થયા હતા. દેખાવમાં અતિ સુંદર હોવાના કારણે પ્રિયાના સપના અને મોજ શોખ પણ ઉંચા હતા.
પરંતુ જેમ ટ્રેનર તરીકે કામ કરતા વિવેકની આવક એટલી હતી નહીં કે તે પત્નીના બધા શોખ ને પૂરા કરી શકે. બંનેનું લગ્ન જીવન ખાટા મીઠા ઝઘડાઓ સાથે ચાલી રહ્યું હતું. લગ્નજીવનથી તેમના ઘરે એક દીકરીનો પણ જન્મ થયો.
પરંતુ એક દીકરીની માતા બન્યા પછી પણ પ્રિયાને તેના પતિથી સંતોષ ન હતો. તેમની વચ્ચે ધીરે ધીરે ઝઘડા વધવા લાગ્યા અને અંતે બંને એકબીજાથી અલગ રહેવા લાગ્યા.
પતિથી અલગ રહેતી પ્રિયા જે સોસાયટીમાં રહેતી હતી ત્યાં પાડોશમાં હિમાંશુ નામનો વ્યક્તિ રહેતો હતો. તે ઉંમરમાં પ્રિયા કરતા ઘણો મોટો હતો પરંતુ તે શિક્ષણ વિભાગમાં સારી પોસ્ટ પર નોકરી કરતો હોવાથી તેની આવક સારી હતી
અને તેની લાઈફ સ્ટાઈલ જોઈને પ્રિયા મોહિત થઈ ગઈ. ત્યાર પછી પ્રિયાએ હિમાંશુ સાથે મિત્રતા કેળવી લીધી અને એકબીજાના ઘરે જવાના સંબંધો બનાવ્યા.
હિમાંશુ ની વધારે નજીક આવવા માટે પ્રિયા ઘણી વખત તેના અને તેના પતિના ઝઘડા બાબતે તેને વાત કરવા લાગી અને બંને વચ્ચે સમાધાન કરાવે તે માટે હિમાંશુને પણ વારંવાર ઘરે બોલાવતી.
ધીરે ધીરે બંને વચ્ચે ફોન નંબરની આપ-લે થઈ અને વાતચીત શરૂ થઈ. વચ્ચે દરમિયાન પ્રિયાએ હિમાંશુ ને ફસાવી લીધો અને હિમાંશુ પ્રિયાના પ્રેમમાં પડી ગયો.
જોકે પ્રિયા ને તો હિમાંશુ પાસેથી પોતાના મોજ શોખ પૂરા કરાવવા હતા. તેણે હિમાંશુ સાથે સંબંધો પણ બનાવ્યા અને અવારનવાર શોપિંગ માટે પૈસા પણ લેવા લાગી. હિમાંશુ પણ પ્રિયાને પ્રેમ છે તેવું સમજીને તેની પાછળ ખૂબ ખર્ચો કરતો. આ વાતની જાણ તેના પતિ વિવેક ને થઈ અને તેણે આ બાબતે પ્રિયા અને વિવેકને ધમકાવ્યા..
પ્રિયાના વિવેક સાથે છૂટાછેડા થયા ન હતા તેથી તેને પણ ડર લાગ્યો. તેને નક્કી કર્યું કે તે હિમાંશુ પાસેથી એક સાથે મોટી રકમ લઈ અને પછી સંબંધો પૂરા કરી દેશે. તેને એક દિવસ હિમાંશુ પાસેથી 20 લાખની માંગણી કરી અને ધમકી પણ આપી કે જો હિમાંશુ તેને આ પૈસા નહીં આપે તો તે પોલીસમાં કેસ કરી દેશે.
બીજી તરફ પ્રિયાનો પતિ વિવેક પણ હિમાંશુ ને ધમકાવવા લાગ્યો. આ વસ્તુથી કંટાળી હિમાંશુ એ પોતાનું ઘર પણ બદલી નાખ્યું પરંતુ પ્રિયાએ તેનું નવું ઘર શોધીને ત્યાં પણ પહોંચી ગઈ અને ખૂબ હોબાળો કર્યો.
તે સતત હિમાંશુ પાસેથી રૂપિયા માંગી રહી હતી. ત્યાં સુધીમાં હિમાંશુ ને સમજાઈ ગયું હતું કે પ્રિયાને તેની સાથે પ્રેમ નથી તે ફક્ત પૈસા માટે તેની સાથે છે તેથી તેણે પોલીસમાં ફરિયાદ કરી દીધી. પોલીસ પ્રિયાને પકડી અને લઈ ગઈ ત્યાર પછી પ્રિયાના તેવર જ બદલાઈ ગયા.
સજાથી બચવા માટે પ્રિયા પોલીસ સ્ટેશનમાં હાથ જોડી અને માફી માંગવા લાગી અને કહેવા લાગી કે તેને કોઈ જ વસ્તુ જોતી નથી બસ તેને ઘરે જવા દેવામાં આવે.