આપણા જીવનમાં માત્ર આપણી માતા જ એવી વ્યક્તિ હોય છે જે પોતે જીવે ત્યાં સુધી સંતાનોની ચિંતા કરે છે. માતાનું રૂમ ક્યારેય ચૂકવી શકાતું નથી જીવનમાં બાળક અને માતાનો સંબંધ સૌથી વધુ કીમતી હોય છે. માતા પોતાના બાળક માટે દરેક જોખમને પણ સહન કરી લેતી હોય છે.
દુનિયા માટે તો બાળક ત્યારે અવતરે છે જ્યારે તેનો જન્મ થાય પરંતુ માતા માટે બાળક તેના ગર્ભમાં હોય ત્યારથી જ દુનિયામાં આવી ગયું હોય છે અને તેની દુનિયા બની જાય છે. દરેક સ્ત્રી ની ઈચ્છા હોય કે તે માતા બને. એટલા માટે જ કહેવાય છે કે સ્ત્રી ત્યારે સંપૂર્ણ થાય છે જ્યારે તે બાળકને જન્મ આપે છે.
ઘણી મહિલાઓના જીવનમાં ખાસ સુખ મોડું આવે છે તો કેટલાક આ સુખથી વંચિત રહી જાય છે. જોકે આજ સુધી દેશમાં ઘણા એવા કિસ્સા બન્યા છે જેમાં કહી શકાય કે ભગવાનના ઘરે દેર છે અંધેર નહીં.. આવી જ એક ઘટના છત્તીસગઢના અંબિકા પુરમાં બની હતી. અહીં એક મહિલા એક સંતાન માટે વર્ષોથી ઝંખતી હતી તેવામાં તેના ખોળામાં ભગવાને એક બે નહીં પણ ત્રણ સંતાન એક સાથે આપ્યા.
અંબિકાપુર મેડિકલ કોલેજ ખાતે શુક્રવારે એક મહિલાએ ત્રણ બાળકોને જન્મ આપ્યો. મહિલાની ડિલિવરી એકદમ નોર્મલ થઈ અને ત્રણેય બાળકોનું સ્વાસ્થ્ય પણ સારું હતું. હોસ્પિટલના ડોક્ટરોનું જણાવવું હતું કે મહિલાને અહીં ડીલેવરી માટે અંબિકાપુર થી મોકલવામાં આવ્યા હતા. મહિલાને લેબર પેન શરૂ થયા પછી તેને ત્રણ બાળકોને જન્મ આપ્યો. ત્રણ બાળકોમાં એક દીકરી અને બે દીકરા છે. તેમનું વજન પણ અનુક્રમે 1.5 કિલો, 1 કિલો 60 ગ્રામ અને 1 કિલો ને 800 ગ્રામ છે.
જોકે બાળકોનું વજન જરૂર કરતાં ઓછું હોવાના કારણે તેમની શરૂઆતમાં સ્પેશિયલ ન્યુબોન કેર યુનિટમાં રાખવામાં આવ્યા હતા. અહીં ડોક્ટરોની દેખરેખ માં બાળકોની સંભાળ લીધા પછી તેમની તબિયત સ્થિર થઈ જતા તેમને રજા આપવામાં આવી હતી.
જાણવા મળતી માહિતી અનુસાર અંબિકાપુરના અંતરિયાળ વિસ્તારમાં આ મહિલા રહેતી હતી. ગર્ભમાં ત્રણ બાળકો હોવાથી ઓપરેશન કરવું પડશે તેવી વાત કહીને તેમને મેડિકલ કોલેજની હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. સ્થાનિક સ્વસ્થ કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યું હતું કે મહિલાની નોર્મલ ડિલિવરી થશે નહીં અને ઓપરેશન માટે અંબિકાપુર જવું પડશે.
જોકે અંબિકા પુર હોસ્પિટલ ખાતે ડોક્ટરોએ મહિલાની સોનોગ્રાફી કરી તો સમજાયું કે તેની નોર્મલ ડિલિવરી શક્ય છે. તેથી ડોક્ટરો અને નર્સે પોતાની સૂચથી મહિલાની નોર્મલ ડિલિવરી કરાવી.