એક ભક્તના પૈસા અટવાયા હતા ઘરમાં, માતા મોગલ ની માનતા રાખી અને ગણતરીની કલાકોમાં જ થયો ચમત્કાર

ગુજરાતમાં ધાર્મિક સ્વભાવના લોકો વસવાટ કરે છે. અહીં લોકો અલગ અલગ દેવી-દેવતા પર શ્રદ્ધા ધરાવતા હોય છે અને તેમની પૂજા અર્ચના કરે છે. શ્રદ્ધા અનુસાર ભક્તોને તેમના ઇષ્ટદેવ તરફથી ચમત્કાર નો અનુભવ પણ થતો હોય છે.

આવા જ એક નહીં પણ અનેક ચમત્કારો મોગલ ધામ ખાતે અવારનવાર જોવા મળે છે. અહીં રોજ અનેક શ્રદ્ધાળુઓ માતાના ચરણોમાં શીશ ઝૂકાવવા આવે છે. જ્યારે તેમની વાત સાંભળવામાં આવે તો ખબર પડે કે માતાના પરચા અપરંપાર છે.

જે પણ ભક્ત શ્રદ્ધાથી માતાને યાદ કરે છે અને સંકટને દૂર કરવાની પ્રાર્થના કરે છે તો ગણતરીની કલાકોમાં જ તેમને તેનું ફળ મળી જાય છે. આજ કારણ છે કે ભક્તોને કચ્છના કબરાવમાં માતા હાજરા હજૂર હોવાની અનુભૂતિ થાય છે.

કબરાઉ ધામ ખાતે અનેક ભક્તો માતાના ચરણોમાં લાખો રૂપિયા ભરતા હોય છે. પણ અહીં રૂપિયાનું દાન લેવાતું નથી માતા ની ગાદી સંભાળતા મણીધર બાપુ પણ ભક્તોને માત્ર એટલું જ કહે છે કે માતાને રૂપિયાની જરૂર નથી બસ માતાનું સ્મરણ કરો અને તેમનામાં શ્રદ્ધા રાખશો એટલે માતા પ્રસન્ન રહેશે.

પોતાના મનની ઈચ્છા પૂરી થાય હોય અને જીવન પર આવેલું સંકટ દૂર થાય એટલે ભક્તો માતાના દર્શન કરવા દોડી આવે છે. આવા જ એક ભક્ત રાજકોટના મોડલી ગામથી કચ્છના કબરાઉ સુધી આવ્યા હતા.

રાજકોટના આ ભક્તોનું નામ હતું વેલકુભાઈ. તેમણે પોતાનું મકાન વેચવા માટેની માનતા લીધી હતી. તેમનું એક મકાન ઘણા સમયથી વેચાતું ન હતું જેમાં તેમની મૂડી અટવાયેલી હતી. તેવામાં તેમણે માતાને સ્મરણ રાખીને નક્કી કર્યું કે આ ઘર વેચાઈ જશે તો તે મોગલ ધામ જઈને માનતા પૂરી કરશે.

મનોમન આ વાત નક્કી કર્યા ને ગણતરીની કલાકોમાં જ તેમનું ઘર વેચાઈ ગયું. ત્યાર પછી તુરંત જ ભક્ત પણ મોગલ ધામ પહોંચી ગયા અને મણીધર બાપુ ના ચરણોમાં 11000 રૂપિયા મૂકી દીધા. મણીધર બાપુએ આ રૂપિયાની ઉપર એક રૂપિયા મૂકીને ભક્તોને કહ્યું કે પરિવારની ચાર દીકરીઓને આ ધન આપી દેજો માતાએ તમારી માનતા સ્વીકારી લીધી છે.

Leave a Comment