કુવારીકા માતાનું આ છે અદભુત મંદિર, જે પણ મનોકામના વ્યક્ત કરો તે ગણતરીની કલાકોમાં થાય છે પૂરી

આપણા રાજ્યમાં અનેક પૌરાણિક અને ચમત્કારિક મંદિરો આવેલા છે. આ મંદિરોનો મહિમા જાણીને લોકો દૂર દૂરથી અહીં દર્શન કરવા આવતા હોય છે. કેટલાક મંદિરો તો એ વાત માટે પણ પ્રખ્યાત છે કે અહીં આવીને દર્શન કરનાર ભક્તની બધી જ ચિંતાઓ અને દુઃખ દૂર થઈ જાય છે.

આવું જ એક ચમત્કારિક મંદિર છે જેના વિશે કદાચ તમે જાણતા નહીં હોય. આ ચમત્કારિક મંદિર છે કુવારીકા માતાનું. આ મંદિરમાં દર્શન કરીને ભક્તો જે પણ મનોકામના વ્યક્ત કરે છે તે પૂરી થઈ જાય છે. કુવારીકા માતાનું આ મંદિર જામજોધપુરના જીણાવારી ગામમાં આવેલું છે. આ મંદિર અતિ પ્રાચીન છે અને અહીં ભગવાન શ્રીકૃષ્ણના પગલાં પણ છે.

મંદિરના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો અહીં આવે છે અને ભક્તોનું પણ કહેવું છે કે અહીં આવીને દર્શન કરવા માત્રથી જ તેમના જીવનની ચિંતાઓ દૂર થઈ જાય છે. આ ગામમાં મંદિર ગુફાની અંદર આવેલું છે અને ગુફામાં માતા કુવારીકા ના સ્વરૂપમાં બિરાજમાન છે.

માતાના દર્શન કરવા માટે જે ગુફામાંથી પસાર થવું પડે છે તે ખૂબ જ સાંકડી છે. તેથી ભક્તોને એકદમ નીચા નમીને માતાના દર્શન કરવા પડે છે. ગામ લોકોનું કહેવું છે કે માતાજીને યાદ કરીને જે પણ માનતા રાખવામાં આવે તે પૂરી થાય છે.

ગુફામાં જઈને દર્શન કરનાર દરેક ભક્તોને એવી અનુભૂતિ થાય છે કે તેમની સામે માતા સાક્ષાત બિરાજમાન છે. માતાજીની મૂર્તમાં એટલું તે જ છે કે ભક્તો અભિભૂત થઈ જાય છે.

Leave a Comment