આપણી આસપાસ ઘણા એવા લોકો રહેતા હોય છે જે બીજાને મદદ કરવા માટે સતત આગળ રહે છે અને માનવતા મહેકાવે છે. આવા લોકો સતત એ વાત સાબિત કરે છે કે સેવા અને દાનથી મોટું કર્મ બીજું કંઈ નથી હોતું.
સામાન્ય રીતે લોકો અંગદાન અંગદાન અને રક્તદાન કરતા હોય છે. આ દાન કરીને લોકો બીજાના જીવનમાં અજવાળા કરે છે. આવી જ રીતે હાલમાં બનાસકાંઠા પોલીસમાં પણ એક દુઃખદ ઘટના બની જતા અન્ય પોલીસ કર્મીઓએ સાથે મળીને અનોખું સેવાનું કામ કર્યું છે.
સામાન્ય રીતે પોલીસની છાપ કડક વ્યક્તિ તરીકેની હોય છે પરંતુ બનાસકાંઠાના પોલીસ કર્મીઓએ જે કામ કર્યું છે તેના કારણે તેમની ચર્ચાઓ ચારે તરફ થઈ રહી છે. અહીં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા એક વ્યક્તિનું નિધન થઈ જતા સ્ટાફના બધા લોકોએ થોડા થોડા કરીને રૂપિયા કાઢ્યા અને 11લાખથી વધુની રકમ ભેગી કરી. આ રકમ પોલીસ કરવી હોય પોલીસ વડાને આપી અને કોન્સ્ટેબલના પરિવારને આર્થિક મદદ કરી.
જાણવા મળતી માહિતી અનુસાર પોલીસ કોન્સ્ટેબલ નું નિધન કેન્સરની બીમારીના કારણે થયું હતું જેના કારણે પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી આ વાતની જાણ જ્યારે તેના પોલીસ સ્ટાફને થઈ તો તેમણે રૂપિયા એકઠા કરીને પરિવારને આર્થિક મદદ કરી. બનાસકાંઠા પોલીસ કર્મીઓના આ કામની ચર્ચા રાજ્યભરમાં થઈ રહી છે.