ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગોપેશ્વર નામની પ્રાચીન જગ્યા આવેલી છે જ્યાં એક ચમત્કારિક ત્રિશૂળ આવેલું છે. સ્કંદપુરાણ અનુસાર અહીં માતા પાર્વતી શિવજીની સાથે હંમેશા રહે છે. તેમની ઉપસ્થિતિનું પ્રતીક આ ત્રિશૂળ છે. આ ત્રિશૂળમાં માતા પાર્વતી અને મહાદેવ સાક્ષાત બિરાજે છે.
માન્યતા એવી પણ છે કે આ એ જ જગ્યા છે જ્યાં શિવજીએ ત્રીજી આંખ ખોલીને કામદેવને ભસ્મ કર્યા હતા. આ જગ્યા ને રતિશ્વર નામ આપવામાં આવ્યું છે. કારણકે કામદેવ ભસ્મ થયા પછી તેના પત્ની રતિએ અહીં કુંડ પાસે બેસીને કઠોળ તપસ્યા કરી હતી જેનાથી સૂર્ય પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કે કામદેવ ભગવાન કૃષ્ણના પુત્ર પ્રદ્યુમન તરીકે જન્મ લેશે.
આ પ્રાચીન મંદિર પાસે એક વૃક્ષ પણ છે જે વૃક્ષમાં દરેક ઋતુમાં એકસરખા ફૂલ આવે છે અને તેમાં ક્યારેય પાનખર આવતું નથી. આ ઝાડ હંમેશા લીલુંછમ અને ફૂલોથી છલોછલ રહે છે.
અહીં આવેલા ચમત્કારિક ત્રિશૂળ વિશેષ સ્થાનિક લોકો અને મંદિરના પૂજારીનું કહેવું છે કે વિશાળ ત્રિશુળને બળથી ખસેડી શકાતું નથી. કોઈ વ્યક્તિ તાકાત બતાવીને ત્રિશૂળ ખસેડવા માંગે તો ત્રિશૂળ જરા પણ હલતું પણ નથી.
પરંતુ જે વ્યક્તિ શિવજીની ભક્તિ કરતી હોય અને જેના ઉપર શિવજીની કૃપા હોય તે આ ત્રિશૂળ ને સરળતાથી ઉપાડી શકે છે. ખાત્ર ત્રિશુલ શિવજીના ભક્ત ના સ્પર્શથી પણ ધ્રુજવા લાગે છે. આ ચમત્કાર કેવી રીતે થાય છે તે આજ સુધી કોઈ જાણી શક્યું નથી.