ગર્ભવતી પત્નીને મળ્યા પતિના મોતના સમાચાર… અકસ્માત બાદ હવે પત્ની અને આવનાર સંતાનનો જીવ પણ છે જોખમમાં

સતત ધમધમતા સુરતના રીંગરોડ પર તાજેતરમાં જ સીટી બસે કિશન નામના યુવાનને અડફેટે લીધો હતો. આ ઘટનામાં કિશનનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નીપજ્યું. કિશન ના મોત સાથે જ તેની બે બહેનોએ રક્ષાબંધન પહેલા જ ભાઈ ગુમાવ્યો. રક્ષાબંધન પર પોતાના ભાઈની રક્ષા માટે તેને રાખડી બાંધે તે પહેલા જ તેની અર્થી ઉઠતી આ બે બહેનોએ જોવી પડી.

સાથે જ દુઃખનો ડુંગર તૂટી પડ્યો તેની નવ માસની ગર્ભવતી પત્ની પર. કિશન નું સંતાન દુનિયામાં આવે તે પહેલા જ તેને પોતાના પિતાને ગુમાવ્યા. રીંગ રોડ પર થયેલા અકસ્માતમાં પોતાના પતિનો જીવ ગયો છે તે વાત જ્યારે ગર્ભવતી પત્નીને સાંભળવા મળી તો તે આઘાતમાં સરી પડી હતી અને બેભાન થઈ ગઈ. તેને પણ તુરંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. પતિના અવસાનના આઘાતમાં હવે પત્નીની હાલત પણ ગંભીર થઈ ગઈ છે.

કિશન પટેલ નો પરિવાર અત્યંત દયનીય હાલતમાં જીવતો હતો. રીંગરોડ નજીક આવેલી હીરામણી ચાલમાં કિશન અને તેનો પરિવાર રહેતો હતો. તેનું ઘર 10 ફૂટ લાંબુ અને પાંચ ફૂટ પહોળું હતું. આ રૂમમાં છ લોકો સાથે રહેતા હતા.

ઘરના લોકો છૂટક મજૂરી કામ કરીને ગુજરાત ચલાવતા હતા તેવામાં 25 વર્ષના દીકરાનો અકસ્માતમાં જીવ જતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું. જ્યારથી દીકરાના મોતના સમાચાર મળ્યા છે ત્યારથી તેની માતા પણ રડી રડીને અધમરી થઈ ગઈ છે. કિશન ના માતા પિતા સતત એક જ રટણ કરી રહ્યા છે કે જેવી ઘટના તેમની સાથે બની તેવી બીજા કોઈ સાથે ન બને. અને બેફામ રીતે સીટી બસ હંકાવનાર અને આ અકસ્માત માટે જવાબદાર લોકોને આકરામાં આકરી સજા થાય.

કિશનના પરિવારનું કેવું છે કે તે ખૂબ જ શાંત સ્વભાવનો હતો તે મહિને 14000 ની કમાણી કરતો અને તેના ઉપર જ ઘર ચાલતું હતું. કિશનને બે બહેનો છે. રક્ષાબંધનના થોડા દિવસો પહેલા જ પોતાના સગા ભાઈનું મોત થયાની વાત સાંભળીને બંને બહેનો ઉપર દુઃખનો ડુંગર તૂટી પડ્યો.

ઉલ્લેખનીય છે કે સુરતના રીંગ રોડ પર ટેક્સટાઇલ માર્કેટ પાસે એક સિટી બસે રોડ ક્રોસ કરતા યુવકને કચડી નાખ્યો હતો. આ યુવક કિશન પટેલ હતો અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. કિશન હાથમાં ટિફિન લઈને કામે જવા નીકળ્યો હતો તે સમયે આ અકસ્માત સર્જાયો હતો.

Leave a Comment