ગુજરાતી ફિલ્મોની વાત આવે તો અભિનેતા નરેશ કનોડિયા નું નામ ચોક્કસથી આવે. નરેશ કનોડીયા એ ગુજરાતી ફિલ્મોમાં દબદબો જમાવ્યો હતો. જોકે તેમના પછી તેના દીકરા હિતુ કનોડીયા એ પણ ફિલ્મોમાં કામ કર્યું અને પરિવારનું નામ રોશન કર્યું. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડીયા શરૂઆતના સમયમાં બેન્ડ પાર્ટીમાં ગીત ગાવાનું કામ કરતા હતા.
નરેશ કનોડિયા નું અવસાન 27 ઓક્ટોબર 2020 ના રોજ થયું હતું. જોકે તેના બે દિવસ પછી જ તેના ભાઈ મહેશ કનોડિયાનું પણ અવસાન થઈ ગયું. ગુજરાતી ફિલ્મ જગતમાં નરેશ અને મહેશ ની જોડી પણ પ્રખ્યાત હતી. નરેશ કનોડીયા અભિનય કરતા તો મહેશ કનોડીયા મ્યુઝિક નું કામ સંભાળતા.
નરેશ કનોડિયાનો જન્મ ગુજરાતના કનોડા ગામે 20 ઓગસ્ટ 1943 ના રોજ થયો હતો. તેમણે ચાલીસ વર્ષ ગુજરાતી ફિલ્મોને આપ્યા. તેમણે સ્નેહલતાથી લઈને રોમા માણેક સુધીની 72 અભિનેત્રીઓ સાથે કામ કર્યું છે.
તેમની ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો સંજોગ કંકુ ની કિંમત ઢોલા મારુ મેરુ મેરામણ વણઝારી વાવ જુગલજોડી વગેરે નો સમાવેશ થાય છે. તેમનો 125 ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમના ભાઈ મહેશ કનોડીયા એ 150 જેટલી ગુજરાતી ફિલ્મોને સંગીત આપ્યું છે. ગુજરાતી ફિલ્મોના સાથે તેમણે રાજકીય ક્ષેત્ર પણ મહત્વનું યોગદાન આપ્યું છે.
તેવું કરજો ને વિધાનસભા મત ક્ષેત્રમાંથી વિધાનસભાના સભ્યો પણ રહી ચૂક્યા છે. તેમને મરણાતર પદ્મશ્રી એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. નરેશ કનોડિયાના પરિવારમાં પાંચ સભ્યો છે જેમાં તેમના પત્ની તેમના મોટા દીકરા અને નાના દીકરા હિતુ કનોડિયા અને મોના કનોડિયા નો દીકરો રાજવીર છે.