આ વર્ષે લગ્નસારામાં રાજ્યભરમાં ધામધૂમથી અનેક લગ્ન થયા. આ લગ્નમાંથી કેટલાક વિડીયો પણ વાયરલ. લગ્નની સિઝનમાં લોકોએ અલગ અલગ પ્રકારની કંકોત્રીઓ છપાવી તો કેટલાક વરરાજાએ અનોખી રીતે જાન કાઢી. આવો જ એક જાન નો વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
ભાવનગર ની અંદર આ અનોખી જાન નીકળી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ભાવનગર શહેરમાં આ અનોખી જાન નીકળી હતી તેમાં 50 જેટલી લક્ઝરીયસ કાર હતી અને વરરાજા હાથીની અંબાડી પર સવાર હતા. હાથીને પણ શાહી શણગાર કરવામાં આવ્યો હતો અને વરરાજા જાણે કોઈ રાજા મહારાજા હોય તેમ હાથી ઉપરથી ચલણી નોટોનો વરસાદ કરી રહ્યા હતા.
લગ્નનો હરખ સૌથી વધારે વરરાજા ને હોય તે ચોખ્ખું આ વીડિયોમાં જોવા મળતું હતું. શાહી ઠાઠ માટે સાથે નીકળેલી જાનને જોવા માટે લોકો પણ ભેગા થવા લાગ્યા હતા. આ જાન હતી રમેશભાઈ ભગવાનજીભાઈ સાવલિયા ના દીકરા કુલદીપની. રમેશભાઈ એ પોતાના દીકરા કુલદીપને હાથીની અંબાડી પર બેસાડ્યો અને તેનો વરઘોડો કાઢ્યો હતો.
આ વરઘોડો એક કિલોમીટર સુધી ચાલ્યો અને તેને જોવા માટે આખું શહેર ઉમટી પડ્યું હતું. કુલદીપ ના લગ્ન બોટાદ જિલ્લાના ગઢડા ખાતે વૈશાલી નામની વ્યક્તિ સાથે 23 ફેબ્રુઆરીએ થયા હતા. તેના વરઘોડા નો વિડીયો ટ્વિટર પર શેર કરવામાં આવ્યો હતો અને ત્યાંથી તે વાયરલ થયો છે.