જૂનાગઢમાં શેરનાથબાપુની જગ્યામાં 365 દિવસ ધમધમતું રહે છે રસોડું… જુઓ તસવીરો

તાજેતરમાં જ મહાશિવરાત્રીનું પવિત્ર તહેવાર ઉજવાયું અને મોટી સંખ્યામાં ભક્તોએ જુનાગઢના ભવનાથના મેળા ની મુલાકાત લીધી. દર વર્ષે મહાશિવરાત્રીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવાય છે પરંતુ આકર્ષણનું કેન્દ્ર જુનાગઢ હોય છે.

જૂનાગઢમાં ભવનાથ મંદિરે મેળો ભરાય છે અને અહીં સાધુ-સંતોનો જમાવડો આ દિવસે જોવા મળે છે. મોટી સંખ્યામાં ભક્તો મહાશિવરાત્રીના મેળાની મુલાકાત લઈને ભવનાથ મહાદેવના દર્શન કરતા હોય છે. અહીં શેરનાથ બાપુ ની જગ્યામાં આ વખતે પણ મોટી સંખ્યામાં ભક્તોએ ભોજનનો લાભ લીધો.

શેરનાથ બાપુના આશ્રમમાં મહાશિવરાત્રીના તહેવાર પર જ નહીં પરંતુ વર્ષ આખું ભક્તો માટે ભોજન ની વ્યવસ્થા ઉપલબ્ધ હોય છે. અહીં 365 દિવસ આવનાર ભક્તોને પ્રેમથી ગરમ ભોજન જમાડવામાં આવે છે. સાથે જ અહીં રહેવાની સુવિધા પણ યાત્રીઓને પૂરી પાડવામાં આવે છે.

શેરનાથ બાપુ જણાવે છે કે ગોરક્ષનાથ આશ્રમ સદગુરુ યોગી પીર શ્રી ત્રીલોકનાથ બાપુનું સમાધિ સ્થળ અહીં આવેલું છે. તેમણે અહીં 60 વર્ષ સુધી તેમની સેવા આપી હતી. ત્યાર પછી ગુરુ સોમનાથ બાપુ થયા અને તેમનું સમાધિ સ્થાનક પણ અહીં છે. આ બંને ગુરુનો વારસો હવે શેરનાથ બાપુ સંભાળે છે.

અહીં આશ્રમ ખાતે જે પણ ભક્ત આવે છે તેને રોજ ભોજન કરાવવામાં આવે છે. અહીં રોજ મોટી સંખ્યામાં ભક્તો ભોજન માટે આવતા હોવાથી અહીં રોટલી માટે એક મશીન રાખવામાં આવ્યું છે જેમાં એક કલાકની 1800 રોટલીઓ બને છે. ભોજનમાં અહીં મિષ્ઠાન ભજીયા શાક છાશ જેવી વસ્તુઓ ભક્તોને પીરસવામાં આવે છે.

Leave a Comment