ગુજરાતમાં ડાયરા કિંગ તરીકે લોકો માયાભાઈ આહીર ને ઓળખે છે. તેમના ડાયરાની ધૂમ વિદેશ સુધી પહોંચી ચૂકી છે. માયાભાઈ આહીર ના દીકરી ના લગ્ન અમરેલી જિલ્લામાં ભાજપના નેતા જીતુભાઈ ડેરના પુત્ર મોનીલ સાથે થયા હતા. આ લગ્ન ત્રણ દિવસ સુધી યોજાયા હતા અને ત્રણ દિવસ દરમિયાન ભારે જમાવટ જોવા મળી હતી
માયાભાઈ આહીર નો ડાયરો હોય એટલે લોકો દૂર દૂરથી ડાયરો માણવા આવે છે. ત્યારે તેમના ઘરે દીકરીનો પ્રસંગ હોવાથી લોકોને પણ ભવ્ય આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. આ લગ્નમાં ગુજરાતી ફિલ્મ ના કલાકારોએ પણ હાજરી આપી હતી. ત્રણ દિવસના લગ્નના કાર્યક્રમમાં ગરબાનું આયોજન સૌથી ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું.
આ લગ્નમાં વરરાજા કાર કે ઘોડા પર નહીં પરંતુ હાથી પર સવાર થઈને આવ્યા હતા. જોકે ડાયરામાં લોકોને ખડખડાટ હસાવતા માયાભાઈ આહીર દીકરીની વિદાય કરતી વખતે કે ધ્રુસકે રડી પડ્યા હતા.
માયાભાઈ આહીર એ સંઘર્ષ પછી જીવનની આ સફળતા જોઈ છે પરંતુ પોતાના વતનને ભૂલ્યા નથી. તેથી તેમના દીકરીનો લગ્ન ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરડા ગામે જ રાખવામાં આવ્યો હતો. આખા ગામને દાંડીયારાસના દિવસે લગ્નના જમણવારમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ લગ્નના ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે