માતા મોગલ ના ચમત્કારના પરચા સાંભળીને અનેક દુઃખી ભક્તો માતા મોગલ ની માનતા રાખીને મોગલ ધામ દર્શન કરવા આવે છે. મોગલ ધામ ખાતે ભક્તો પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. છતાં પણ આવનાર દરેક ભક્તોને ભોજન કરાવવામાં આવે છે.
અહીંનું અને ક્ષેત્ર ક્યારે ખાલી થયું નથી અને એક પણ ભક્તને ક્યારેય ભૂખ્યા પરત ફરવું પડ્યું નથી. મા મોગલ ભક્તોના દુઃખ હરી લે છે અને સુખ આપે છે. માતા મોગલના ચમત્કાર ના પરચા અત્યાર સુધીમાં અનેક લોકોને મળી ચૂક્યા છે. પરંતુ તાજેતરમાં જ મોગલ ધામમાં એક એવો ચમત્કાર બન્યો જેના સાક્ષી મંદિરમાં ઉપસ્થિત અનેક લોકો બન્યા.
તાજેતરમાં જ એક માતા પોતાના બીમાર દીકરાને લઈને મોગલ ધામ આવી હતી. આ મહિલાનો દીકરો ઘણા સમયથી બીમાર હતો. તેણે તેની અનેક પ્રકારની દવાઓ કરાવી પણ કોઈ ફરક પડ્યો નહીં અને તબિયત દિવસેને દિવસે ખરાબ થવા લાગી.
દીકરાની સારવાર કરાવવા માટે પરિવારે લાખો રૂપિયા ખર્ચી નાખ્યા પણ તબિયતમાં તલભાર પણ સુધારો ન થયો. ત્યારે માતા મોગલ ની માનતા તેની માતાએ રાખી. માતા મોગલ ના આશીર્વાદથી બાળકની તબિયતમાં સુધારો થવા લાગ્યો. આ જોતા જ માતા પોતાના સંતાનને લઈને મોગલ ધામ દર્શન કરવા પહોંચી.
બીમાર દીકરો સ્વસ્થ થઈ જતા દર્શન કરવા આવેલી માતાએ માતાના ધામમાં 5000 રૂપિયા જે તેણે એકઠા કર્યા હતા તે મૂક્યા. આ જોઈને માતાની ગાદી સંભાળતા મણીધર બાપુએ મહિલાને જે કહ્યું તે સાંભળીને મંદિરમાં ઉપસ્થિત ભક્તો પણ ભાવુક થઈ ગયા.
મણીધર બાપુએ કહ્યું કે માતા મોગલ ને કોઈ પણ પ્રકારના દાનની જરૂર નથી અહીં માતા તેના ભક્તોના દુઃખ દૂર કરવા જ બેઠા છે. ભક્તો પાસેથી માતાને કંઈ જ નથી જોતું બસ તેમની ભક્તિ અને ભરોસો જ જોઈએ છે.
આટલું કહીને મણીધર બાપુએ મહિલા પાસેથી માત્ર 51 રૂપિયા લઇ અને બાકીના પૈસા એક દીકરીને દાનમાં આપી દીધા. જેમ આ મહિલાના દીકરાની બીમારી માતા મોગલ ના આશીર્વાદ થી દૂર થઈ તેમ અન્ય એક મહિલા જેને પગમાં સતત દુખાવો રહેતો હતો અને અનેક દવાઓ કરી હતી તેને પણ માતાએ પરચો બતાવ્યો હતો.
માતાએ મોગલ મા ની માનતા રાખી અને તેના પગ નો દુખાવો પણ થોડા જ સમયમાં પૂરો થઈ ગયો. મહિલાએ માનતા લીધી હતી કે તેનું પગનો દુખાવો દૂર થઈ જશે એટલે તે માતાને સોનાની વીંટી ચડાવશે. તેનું પગ નો દુખાવો દૂર થઈ જતા તે સોનાની વીંટી લઈને મોગલ ધામ પહોંચી હતી પણ મણીધર બાપુએ તે સોનાની વીંટી પરત કરી દીધી.