દીકરીએ પોતાની 53 વર્ષની વિધવા માતાના કરાવ્યા બીજા લગ્ન, સમાજ માટે ઉદાહરણ રૂપ ઘટના
માતા પિતા પ્રત્યે દીકરીને સૌથી વધારે લાગણી હોય છે. પોતાના માતા પિતા માટે દીકરી કંઈ પણ કરી શકે છે. આજે એક આવી જ દીકરી વિશે તમને જણાવીએ જેને પોતાની 53 વર્ષની વિધવા માતા માટે જીવનસાથી શોધીને તેના બીજા લગ્ન કરાવ્યા. 53 વર્ષની માતાના બીજા લગ્ન કરાવીને તેને સમાજમાં પણ દાખલો બેસાડ્યો છે.
ઉંમરના આ તબક્કે એક સાથીની જરૂર પડતી હોય છે આ વાતને સમજીને રાજસ્થાનના જયપુરની રહેવાસી સહીતાએ પોતાની માતાના બીજા લગ્ન કરાવ્યા. 53 વર્ષીય ગીતા અગ્રવાલ ના પતિનું વર્ષ 2016 માં હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયું હતું. ત્યારથી તેઓ એકલવાયું જીવન જીવી રહ્યા હતા. સાથે જ તેને સતત પોતાના પતિના મૃત્યુનો આઘાત પણ રહેતો હતો.
સહિતા પોતાની માતાને આ આઘાત માંથી બહાર કાઢીને નવું જીવન આપવા માંગતી હતી તેથી તેણે માતાના ફરીથી લગ્ન કરાવવાનું નક્કી કર્યું. તેણે મેટ્રીમોનીયલ સાઈટ ઉપર પોતાની માતાની પ્રોફાઇલ બનાવી અને વિગતો અપલોડ કરી. થોડા જ સમય પછી સંહિતાને ઘણા બધા લોકોના ફોન આવ્યા. ત્યાર પછી તેણે પોતાની માતાને સમજાવીને બીજા લગ્ન માટે તૈયાર કરી.
શરૂઆતમાં તો તેઓ માનવા ઈચ્છતા જ ન હતા પરંતુ ધીરે ધીરે સંહિતાની વાત તેમની સમજમાં આવી અને તેઓ લગ્ન માટે માની ગયા. સહિતાએ પોતાની માતા માટે 55 વર્ષના કેજી ગુપ્તા ની પસંદગી કરી.
તેઓ સરકારી કર્મચારી હતા અને થોડા સમય પહેલા જ તેમના પત્નીનું મૃત્યુ થયું હોવાથી તેઓ પણ જીવનસાથી શોધી રહ્યા હતા. બંને વચ્ચે મુલાકાત થઈ અને ત્યાર પછી તેમના લગ્ન 31 ડિસેમ્બરના રોજ કરી નાખવામાં આવ્યા.