નાના ભાઈનું મૃત્યુ થઈ જતા તેની પત્નીને પિયર મોકલાવી દેવાને બદલે જેઠ જેઠાણી માતા પિતા બન્યા અને દેરાણી ના કરાવ્યા લગન

જ્યારે અણધારી ઘટનામાં નાની ઉંમરમાં જ પતિનું મૃત્યુ થઈ જાય તો સામાન્ય રીતે તેની પત્નીને સાસરામાં રહેવું મુશ્કેલ થઈ જાય છે અને મોટાભાગના કિસ્સામાં તેને પિયર મોકલી દેવામાં આવે છે. પરંતુ આજે તમને એક એવી ઘટના વિશે જણાવીએ જેમાં ઘરના દીકરાનું મોત થઈ ગયું તો સાસરાવાળા લોકોએ તેની પત્નીને દીકરીની જેમ અપનાવી અને તેના ફરીથી લગ્ન પણ કરાવ્યા.

આ ઘટના બારડોલી માંથી સામે આવી છે. આ ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચાનું વિષય બની છે અને લોકો કહી રહ્યા છે કે દીકરીને સાસરુ મળે તો આવું મળે.

શેફાલી નામની યુવતી ના લગ્ન દસ વર્ષ પહેલાં રાજીવ સાથે થયા હતા. લગ્નને 10 વર્ષ છતાં પણ તેમની કોઈ સંતાન ન હતું. અનેક દવા કર્યા પછી પણ સંતાન ન થતાં શેફાલી અને રાજીવ જે જેઠાણી ના દીકરા દીકરીને જ પોતાના બાળકો માનીને મોટા કરી રહ્યા હતા.

10 વર્ષના લગ્ન જીવન પછી એક દિવસ અચાનક રાજીવનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થઈ ગયું અને શેફાલી એકલી પડી ગઈ. સાસુ સસરા પણ ન હતા તેથી તેને જે જેઠાણી સાથે રહેવું પડે તેમ હતું. અને જે જેઠાણીએ પણ તેને પિયર મોકલી દેવાના બદલે તેના બીજા લગ્ન કરાવી દેવાની તૈયારી કરી.

જેઠાણી તેની દેરાણી માટે માતા સમાન બની અને તેને સમજાવી કે તેને સંતાન પણ નથી તો આખું જીવન એકલવાયું કેવી રીતે જીવી શકે તેથી જે જેઠાણીએ મળી તેના માટે સારો યુવક શોધી અને તેના કામદુંથી લગ્ન કરાવી આપ્યા.

શેફાલી ના લગ્ન સુરતમાં રહેતા મનીષભાઈ સાથે નક્કી કરવામાં આવ્યા. મનીષભાઈ ની પત્નીનું પણ કોરોના દરમિયાન મોત થયું હતું અને તેને સંતાનમાં પાંચ વર્ષનો દીકરો અને સાત વર્ષની દીકરી હતી. શેફાલી ને સંતાન ન હતું તેથી તેને એક સાથે પરિવાર અને સંતાન બંને મળી ગયા.

Leave a Comment