પતિની બે કિડની ફેલ થઈ જતા પત્નીએ જીવ જોખમમાં મૂકીને પતિને આપી કિડની

તાજેતરમાં જ વેલેન્ટાઇન્સ ડે ની ઉજવણી યુગલો એ કરી. ફેબ્રુઆરી મહિનાને આમ તો પ્રેમનો મહિનો કહેવામાં આવે છે. પ્રેમના ખાસ અવસર પર લોકો એકબીજા પ્રત્યે લાગણી શેર કરતા હોય છે.

તેવામાં વેલેન્ટાઇન્સ ડે પર એક પતિ પત્નીની પ્રેમ કહાની ચર્ચાનો વિષય બની છે. મહિલાના પતિની બંને કિડની કોઈ કારણોસર ફેટ થઈ જતા તેનું જીવ જોખમમાં મુકાયો હતો. અન્ય કોઈને કિડની ન મળતા પત્નીએ જ પોતાના પતિને એક કિડની દાન કરી.

આ કપલ છે રાજકોટના પડધરીના ઉકરડા ગામનું. અહીં રહેતા સંદીપભાઈ અને તેમની પત્ની હર્ષિદાબેન કાકણીયા આ ઉમદા કાર્યના કારણે ચર્ચામાં છે. 12 વર્ષ પહેલાં સંદીપભાઈ ઘંતેશ્વરના મેળામાં ગયા હતા અને ત્યાં હર્ષિતાબેન ને મળતા પ્રેમ થઈ ગયો.

બંનેના પરિવારની સહમતિ હતી તેથી બંનેએ લગ્ન કરી લીધા. લગ્નના થોડા વર્ષ પછી તેમને ત્યાં દીકરાનો જન્મ થયો અને પરિવાર હસી ખુશીથી જીવન પસાર કરી રહ્યું હતું.

પરંતુ અઢી વર્ષ પહેલા સંદીપભાઈ ની કિડની ફેલ થઈ ગઈ. કિસન દીપભાઈ ને તેના માતા પિતાએ કિડની આપવાનું નક્કી કર્યું પરંતુ કિડની મેચ ન થતા તે આપી શક્યા નહીં. ત્યાર પછી ભાઈએ તેને કિડની આપવાનું નક્કી કર્યું ભાઈ ની કિડની મેચ પણ થઈ ગઈ પરંતુ કોરોનાના કારણે તેનું અવસાન થઈ ગયું.

ત્યાર પછી હર્ષીદાબેન ને પોતાની કિડની આપવાનું નક્કી કર્યું અને તેમની કિડની મેચ થઈ જતા તેને કિડની ડોનેટ કરીને પોતાના પતિને નવજીવન આપ્યું.

Leave a Comment