વાહન ચલાવવામાં બેદરકારીના કારણે ઘણી વખત ગંભીર અકસ્માત સર્જાતા હોય છે. તાજેતરમાં જ આવો ગંભીર ત્રીપલ અકસ્માત સોજીત્રા પાસે સર્જાયો હતો. આ અકસ્માતમાં મિસ્ત્રી પરિવારના એક નહીં પણ ત્રણ સભ્યોનું મોત થયું. આ અકસ્માતમાં વિપુલભાઈ ની પત્ની અને બે દીકરીઓનું મોત થયું. સાથે જ બે યુવાન અને રિક્ષા ડ્રાઇવર સહિત કુલ છ લોકોના મોત નીપજ્યાં.
આ અકસ્માતમાં પોતાને યુવાન દીકરીઓ અને પત્ની ગુમાવનાર વિપુલભાઈ નું કહેવું હતું કે, આ અકસ્માતે તેમનું ઘર વેરણ છેરણ કરી નાખ્યું. તેમના ઘરમાં હવે કોઈ જ બચ્યું નથી. તેમના પરિવારમાં તેમની પત્ની અને બે દીકરીઓ હતી જેમનો જીવ આ અકસ્માતે લઈ લીધો. હવે તેમનું ઘર હેરાન થઈ ગયું છે કારણ કે તેમની આગળ પાછળ કોઈ બચ્યું નથી.
તેમનું કહેવું હતું કે તેમણે તેની પત્ની વિના સાથે 25 વર્ષનો સંસાર ભોગવ્યો. આ સમયની અઢળક યાદો છે. પરંતુ હવે 25 વર્ષનો સાથ નિભાવનાર પત્ની અને ફુલ જેવી બે દીકરીઓનું અવસાન થતાં તેમના માટે પણ ખુશ રહેવાનું કારણ બચ્યું નથી.
તેમની દીકરીઓ તેમના માટે કાળજાના કટકા હતી. તેની મોટી દીકરી તો એન્જિનિયર બનવા માટે ફોરેન જવા ઈચ્છતી હતી. પરંતુ આ અકસ્માતમાં તેમની દુનિયા જ લૂંટાઈ ગઈ.
અકસ્માત બન્યો તે પહેલા ચારેય લોકો સાથે હતા. તેમણે બજારમાંથી નાની દીકરીને કેડબરી લઈ આપી અને પછી ત્રણેયને રિક્ષામાં બેસાડ્યા અને પોતે તારાપુર જવા નીકળી ગયા. તમને ખબર ન હતી કે આ તેમના પરિવાર સાથેની છેલ્લી મુલાકાત હશે.
તેઓ રિક્ષામાં જઈ રહ્યા હતા તે દરમિયાન કાર સાથે રીક્ષાનો અકસ્માત થયો અને અકસ્માતમાં રિક્ષા ડ્રાઇવર તેમાં સવાર વીણાબહેન અને તેની દીકરીઓ જાનવી અને જીયાનું પણ ઘટના સ્થળે જ મોત થયું.
જાનવી અને જીયાને ભણાવી ગણાવી અને આગળ વધારવા માટે વિપુલભાઈ સુથારી કામ કરતા અને તેમના પત્ની સીવણ કામ કરતા. જાનવીનું સપનું એન્જિનિયર બનવાનું હતું અને જીયાને ડોક્ટર બનવું હતું તેથી માતા પિતા મહેનત કરી રહ્યા હતા પરંતુ તેમને ખબર ન હતી કે તેમની આ મહેનત પડી ભૂત થવાની નથી અને અકાળે જ બંને દીકરીઓનું અને પત્નીનું એક સાથે જ મોત થઈ જશે. આ ઘટનાથી વિપુલભાઈ ઉપર વજ્રઘાત પડ્યો આજે પણ તેઓ આ ઘટના ભુલાવી શકતા નથી.