પ્રખ્યાત લોકગાયિકા દિવ્યા ચૌધરી પરિવાર સાથે કરી રહ્યા છે વિદેશ પ્રવાસ, જુઓ તસવીરો

પ્રખ્યાત લોકગાયિકા દિવ્યા ચૌધરી પરિવાર સાથે કરી રહ્યા છે વિદેશ પ્રવાસ, જુઓ તસવીરો

ગુલાબી ઠંડી ના વાતાવરણમાં ભારતમાંથી અનેક લોકો વિદેશ પ્રવાસે નીકળી પડે છે. ગુજરાતના એક લોકપ્રિય કલાકાર પોતાના પરિવાર સાથે હાલ વિદેશ પ્રવાસની મજા માણી રહ્યા છે. આ કલાકાર દિવ્યા ચૌધરી છે અને તેના પરિવાર સાથેના પ્રવાસની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈટલ થઈ રહી છે. દિવ્યા ચૌધરી પોતાના પરિવારની સાથે વિદેશ પ્રવાસ નો આનંદ માણી રહ્યા છે.

દિવ્યા ચૌધરી ચૌધરી સમાજનું ઘરેણું બની ગયા છે. તેઓ હવે એક વૈભવી જીવન જીવે છે. તેમનું ગીત ભગવાન પણ ભૂલા પડ્યા સૌથી વધુ લોકપ્રિય થયું હતું અને તેના કારણે તે પણ રાતોરાત લોકપ્રિય થઈ ગયા આ મ્યુઝિક આલ્બમ 2004માં રિલીઝ થયું હતું અને તેના ચાહકોની સંખ્યા હવે લાખોમાં છે.

દિવ્યા ચૌધરી ખેરાલુ તાલુકાના છેવાડાના મંડાલી નામના ગામના વતની છે. તેમણે અભ્યાસ તો મેકેનિકલ એન્જિનિયર તરીકેનું કર્યો હતો પરંતુ શરૂઆતથી જ તેમને ગાયકીનો શોખ હતો જેના કારણે તેમણે આ ફિલ્ડમાં આગળ વધવાનું નક્કી કર્યું. જ્યારે તેમને ચાન્સ મળ્યો ત્યારે તે એક ગાયિકા તરીકે ભારતભરમાં પ્રખ્યાત થઈ ગયા. સૌથી પહેલા તેમણે 2002માં પોતાના કંઠે ગીત ગાયું હતું અને ત્યારે પણ લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી. ત્યાર પછી તેઓ નવરાત્રીમાં દાંડિયા ક્વીન તરીકે પ્રખ્યાત થવા લાગ્યા.

દિવ્યા ચૌધરી સુખી દાંપત્ય જીવન જીવી રહ્યા છે અને તેમને સંતાનમાં એક દીકરો પણ છે. દિવ્યા ચૌધરી હાલ પોતાના પરિવાર સાથે દુબઈના પ્રવાસે છે અને અહીંની તસવીરો તેને પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

Leave a Comment