પ્રમુખસ્વામી મહારાજની ત્રણ ટપલીએ 47 વર્ષના યુવકનું બદલી નાખ્યું જીવન…

અમદાવાદ ખાતે પ્રમુખસ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે. હા ભવ્ય ઉજવણીમાં સેવા કરવા માટે દેશ-વિદેશથી ભક્તો દોડી આવ્યા છે. પ્રમુખસ્વામી ના મહોત્સવમાં સેવા આપીને પણ સ્વયંસેવકો ધન્યતા અનુભવી રહ્યા છે. ઘણા સ્વયંસેવકો તો એવા છે જે અમેરિકાથી ભારત ફક્ત આ મહોત્સવમાં સેવા કરવા આવ્યા છે.

આવા જ એક વ્યક્તિ છે જાગ્નભાઈ દવે. તેઓ હાલ અમેરિકામાં રહે છે અને હાલ સ્વયંસેવક તરીકે મહોત્સવમાં સેવા આપી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજ છે તેમને ત્રણ ટપલી મારી હતી અને તેમનું જીવન બદલી ગયું.

તેમણે એમબીએનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ પછી પણ તેમને સારી નોકરી મળી નહીં અને તેમની કારકિર્દી ચાલતી ન હતી. અનેક પ્રયત્નો છતાં કોઈપણ થઈ રહ્યું ન હતું તેવામાં પ્રમુખસ્વામી મહારાજ અમેરિકા આવ્યા હતા.

તેઓ પ્રમુખસ્વામીને મળવા માટે પહોંચ્યા અને તેમની સાથે વાત કરી. તેમણે પ્રમુખસ્વામીને જણાવ્યું કે તેમના જીવનમાં કંઈ પણ બરાબર ચાલી રહ્યું નથી. પ્રમુખસ્વામી મહારાજે તેમને આગળ ભણવાની સલાહ આપી. અને સાથે જ બાપા એ ત્રણ ટપલી મારીને આગળ વધવાના આશીર્વાદ આપ્યા.

તેમણે 47 વર્ષની ઉંમરે ફરીથી ભણવાનું શરૂ કર્યું અને એમ આર આઈ અને સીટી સ્કેન માં પોતાનો અભ્યાસ પૂરો કર્યો. ત્યાર પછી તેમનું જીવન જ બદલાઈ ગયું અને તેમને સારા એવા પગારની નોકરી મળી ગઈ અને આજે પણ તેઓ અમેરિકામાં જ થાય છે.

Leave a Comment