એક તરફ લગ્નસરા ચાલી રહી છે અને બીજી તરફ અકસ્માતો એક ઘટના પણ દિવસેને દિવસે વધી રહી છે. હાઇવે ઉપર એટલા ભયંકર અકસ્માત થતા હોય છે કે બહાર નીકળતા પણ ડર લાગે. તેમાં પણ જ્યારે ઘરમાં પ્રસંગ હોય ત્યારે જો કોઈ વ્યક્તિ બહાર જાય કે બહારથી આવતું હોય તો પરિવારના વડીલોના જીવ અધ્ધર રહે છે. લગ્નના માહોલમાં માતમ તાજેતરમાં જ એક પરિવારમાં છવાઈ ગયો.
આ ઘટના વિશે જાણીને ભલભલા કઠણ હૃદયના લોકોને પણ રડવું આવી જાય. આ અકસ્માત ચરણોમાં આવેલા રતનગઢ રોડ પર થયો હતો. રાણાસર ગામ પાસે રાતના સમયે અંધારામાં રસ્તા પરથી પસાર થતી એક બોલેરો કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થઈ ગયો. કારમાં સવાર જે લોકો હતા તેમાં પોતાના ભાઈના લગ્ન માટે જતા લોકો હતા. બે ભાઈ ના લગ્ન હોવાથી પરિવારના લોકોમાં પણ ઉત્સાહ હતો.
પરિવારમાં બે ભાઈ ના લગ્ન હતા તેથી ઘરની ત્રણેય બહેનો પરિવાર સહિત પિયર આવી હતી. લગ્નની વિધિ માટે પોતાની કાર લઈને જીજાજી જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો. વરરાજા ના ત્રણ જીજાજી એક જ કારમાં બેઠા હતા. તેમની ઉંમર ૩૦ થી ૩૬ વર્ષની હતી. જ્યારે આ અકસ્માત થયો ત્યારે ત્રણેય જીજાજી એક જ કારમાં હતા.
અકસ્માત એટલો ભયંકર હતો કે કારમાં સવાર ત્રણેય લોકોના મોત થઈ ગયા. અને બે ભાઈના લગ્નની વિધિમાં હાજરી આપવા આવેલી ત્રણ બહેનો એકસાથે વિધવા થઈ ગઈ. ટ્રેક્ટર ખૂબ જ ઝડપથી આવી રહ્યું હતું અને તેના કારણે કાર સાથે તેની ટક્કર થઈ ગઈ કાર રસ્તામાં જ ફંગોળાઈ ગઈ અને bolero માં સવાર લોકોના તુરંત જ મોત થઈ ગયા.
થોડી જ વારમાં આ સમાચાર તેના ઘરે પણ પહોંચી ગયા અને જે ઘરમાં ભાઈના લગ્નના ગીત ગવાતા હતા ત્યાં મરશિયા ગવાયેલ ગયા. બે સગા ભાઈના લગ્નમાં આવેલી ત્રણ બહેનો વિધવા થઈ ગઈ.