લગ્નની સીઝન ચાલી રહી છે તેવામાં કેટલાક લોકોની લગ્નની કંકોત્રી ચર્ચામાં આવી છે. લગ્નમાં હવે અવનવી કંકોત્રી છબાવવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. આજે તમને આવી જ એક કંકોત્રી વિશે જણાવીએ જેમાં એક પરિવારે પોતાના દીકરાના લગ્નની કંકોત્રીમાં એવું લખાણ કરાવ્યું છે જેને વાંચીને સૌ કોઈ આશ્ચર્યમાં પડી જાય છે.
ભાવનગરના આ પરિવારમાં દીકરાના લગ્ન હતા. દીકરાના લગ્નની કંકોત્રી છપાણી અને તેમાં પરિવારના લોકોએ સહમતિથી એવું લખાવ્યું કે તેમના દીકરાના લગ્નમાં ચાંદલાની જે પણ રકમ આવશે તે બધી જ તેઓ સામાજિક કાર્યમાં વાપરશે. આ લગ્ન ભાવનગર જિલ્લાના તણસા ગામમાં થયા હતા.
લગ્નમાં આવતા ચાંદલા નો ઉપયોગ સામાજિક કાર્યોમાં કરવા બદલ આ પરિવારના વખાણ થઈ રહ્યા છે. ભાવનગરના મનીષ ના લગ્ન સુરેન્દ્રનગમાં સુમન સાથે થયા હતા. બંને પરિવારે સાથે બેસીને આ નક્કી કર્યું. લગ્નમાં આવતી રકમને તો તેઓ સામાજિક કાર્યક્રમમાં વાપરશે અને સાથે જ જે પણ મહેમાનો લગ્નમાં આવશે તેમને પણ ભેટ આપવામાં આવશે.