આપણા દેશમાં લાખોની સંખ્યામાં ધર્મમાં આસ્થા ધરાવતા લોકો વસે છે. દરેક વ્યક્તિ પોતાના ઇષ્ટદેવ કે કોઈને કોઈ માતાજીના શ્રદ્ધા ધરાવે છે. નિયમિત રીતે તેમને યાદ કરે છે તેમની પૂજા અર્ચના ઘરે છે અને પછી જ પોતાના દિવસની શરૂઆત કરે છે. આમ તો દેશભરમાં લાખો ચમત્કારિક મંદિર આવેલા છે. પરંતુ આજે તમને ભાવનગરમાં આવેલા આવા વિશેષ મંદિર વિશે જણાવીએ.
ભાવનગરના આ મંદિરમાં બિરાજે છે માતા રુવાપરી. ભક્તોનું માનવું છે કે આ મંદિરમાં માતા હાજરા હજૂર છે અને ભક્તોના તમામ દુઃખ દૂર કરે છે.
માતા રુવાપરી નો ઉલ્લેખ લોકજીવનમાં અને લોકવાર્તાઓમાં મળે છે. અનેક વર્ષો પહેલા માતાજીએ આ સ્વરૂપમાં અવતાર લીધો હતો તે સમયે માતા વલભીપુરમાં રોકાયા હતા અને તેમણે સિંધના નાથ માટે રોટલા બનાવ્યા હતા. ત્યારબાદ માતાજી અહીં આવીને વસી ગયા.
આજે આ મંદિરના દર્શને દૂર દૂરથી લોકો આવે છે. માતા રૂવાપરી ના દર્શને આવતા ભક્તોનું માનવું છે કે તેમના દર્શન માત્રથી તેમના મનની ચિંતાઓ અને જીવનના દુઃખનો અંત આવી જાય છે.
ભક્તો એવું પણ જણાવે છે કે માતા ને યાદ કરીને કોઈ પણ કામ કરવાથી તેમાં તેમને સફળતા પ્રાપ્ત થાય છે. માતાની રાખેલી માનતા પણ ગણતરીની કલાકોમાં પૂરી થાય છે. આજ કારણ છે કે ભાવનગરમાં આવેલા માતા રુવાપરીના મંદિરે રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે.