ભુજના જૈન પરિવારે કરોડની સંપત્તિ દાન કરીને નક્કી કર્યું દીક્ષાના માર્ગે ચાલવાનું

આજના સમયમાં દરેક વ્યક્તિ ધનદોલત કમાવવા માટે દિવસ રાત મહેનત કરે છે. જ્યારે વ્યક્તિ પાસે સંપત્તિ આવી જાય છે તો તે આરામથી જીવન જીવવાનું પસંદ કરે છે. પરંતુ ભુજ નો એક જૈન પરિવાર છે જેની પાસે કોઈપણ વસ્તુની ખામી નથી અને કરોડોની સંપત્તિ છે તે આ બધું જ છોડીને દીક્ષા લઈને સન્યાસના માર્ગે ચાલી નીકળ્યો છે.

ભુજના આ જૈન પરિવારના ચાર લોકોએ સંયમનો માર્ગ અપનાવ્યો છે. આ પરિવાર પાસે કરોડોની સંપત્તિ છે પરંતુ બધી જ સંપત્તિ તે દાનમાં આપી દેશે. હવે તે બધી જ સુખ સુવિધા છોડીને સંયમના માર્ગે ચાલશે.

અજરા અમર સંપ્રદાયના છ કોટી સ્થાનકવાસી જૈન સંઘ અને વાગડના 24 એ જૈન સમાજના પરિવારે દીક્ષા લેવાનું નક્કી કર્યું છે. તેમનો કપડાનો જથ્થાબંધ નો વેપાર હતો અને કરોડોની સંપત્તિ હવે આ બધું જ તેઓ દાન કરીને દીક્ષાના માર્ગે ચાલી નીકળ્યા છે.

તેઓ તપસ્વીનું જીવન જોઈને પ્રભાવિત થયા અને પરિવારના પિયુષ મહેતા મેઘ કુમાર કૃષ સહિતના ચાર લોકોએ દીક્ષા લેવાનું નક્કી કર્યું.

તપસ્યા લીધા પછી તેઓ પાંચ મહાવ્રતનું પાલન બ્રહ્મચર્ય આચાર્ય અને પગપાળા યાત્રા કરવા જેવી કઠિન પરિસ્થિતિમાં જીવન પસાર કરશે. તેઓ કોઈપણ બીજ ઉપકરણનો પણ ઉપયોગ કરશે નહીં. જે પરિવાર કરોડોની સંપત્તિમાં એસ ઓ આરામથી જીવતો હતો તે હવે સંયમના માર્ગે ચાલશે.

Leave a Comment