માટી થી રમતા બાળકો પાસેથી પસાર થઈ કલેકટરની કાર… પછી જે થયું તે છે જાણવા જેવું

સોશિયલ મીડિયા પર એક તસવીર હાલ ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસ્વીર છે આઈએએસ ઓફિસર શિવપ્રસાદ મદન નકાતેની. રાજસ્થાન ખાતે આવેલી ભારત પાકિસ્તાનની સરહદ પર બાડમેર જિલ્લાના એક ગામની આ તસવીર છે જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Facebook પરથી લઈને twitter સુધી અનેક લોકોએ આ તસવીરને શેર કરી છે. આ વાયરલ થયેલી તસ્વીરમાં શિવપ્રસાદની સાથે અન્ય અધિકારીઓ અને પોલીસ કર્મીઓ જોવા મળે છે. સાથે જ ચાર બાળકો પણ તસવીરમાં દેખાય છે.

ચેતા સ્પીડ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે તેની સાથે એવો દાવો કરવામાં આવ્યો છે કે એક ગામમાં રસ્તાની બાજુમાં બાળકો માટીથી રમી રહ્યા હતા. તે સમયે જિલ્લા કલેકટર શિવ પ્રસાદ મદનની કાર ત્યાંથી પસાર થઈ રહી હતી. કલેકટર ની નજર તેમના પર પડી અને તેમણે કાર ત્યાં રોકાવી. બાળકો રોડની પાસે આવેલી જગ્યા પર માટીના ઘર બનાવી રહ્યા હતા. જિલ્લા કલેકટર કારમાંથી ઉતરીને બાળકો પાસે ગયા. બાળકોએ જે રીતે ઘર બનાવ્યા હતા તે જોઈને જિલ્લા કલેકટર પ્રભાવિત થયા અને ખુશ થઈને બાળકોને ઇનામ તરીકે ₹500 આપ્યા.

જોકે આ વાયરલ થયેલી તસવીરની સત્ય હકીકત થોડી અલગ છે. આ તસવીર વર્ષ 2018 ની જુલાઈ મહિનાની છે. તે સમયે બાડમેર જિલ્લાના કલેકટર આઈએએસ શિવપ્રસાદ હતા. તેઓ ગામની નજીક ચાલી રહેલા પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા નીકળ્યા હતા ત્યારે તેમને રસ્તામાં આ બાળકો જોવા મળ્યા હતા અને તેમનાથી પ્રભાવિત થઈને તેણે ₹500 નું ઇનામ આપ્યું હતું.

તેમણે કાર રોકાવીને બાળકોને ₹500 શા માટે આપ્યા તેનો ખુલાસો હવે થયો છે. આ અંગે શુભ પ્રસાદે જણાવ્યું હતું કે, આ વાત ત્રણ વર્ષ જૂની છે પરંતુ તેને બરાબર એ દ્રશ્ય યાદ છે. તેણે બાળકોને માટીના ઘર બનાવતા જોયા હતા. પરંતુ જે વાતથી તેઓ પ્રભાવિત થયા હતા તે ઘર નહીં પરંતુ બાળકોની કલ્પના હતી. બાળકોએ જે ઘર બનાવ્યા હતા તેની સામે રોડ પણ બનાવ્યો હતો. આ વાત કલેક્ટરના હૃદયને સ્પર્શી ગઈ.

આ સિવાય તેમને અન્ય એક વાત પણ ખૂબ જ ગમી હતી. એક તરફ બાળકો મોબાઇલ અને ઇન્ટરનેટના વ્યસ્તની બની ગયા છે તેવામાં આ બાળકો તેના મૂળ બાળપણને જીવંત રાખીને તેમની કલ્પનાઓને આકાર આપી રહ્યા હતા. આ જોઈને તેઓ ખૂબ જ પ્રભાવિત થઈ ગયા અને બાળકોને ઇનામ આપ્યું.

Leave a Comment