માથા પર ઘઉં ઉગાડીને વર્ષોથી કરી રહ્યા છે કઠોર તપ, સોશિયલ મીડિયા પર વાયરલ થયા આ સંત

ભારતની ભૂમિ સંતો મહંતો ની ભૂમિ કહેવાય છે. અહીં સંતોનો વિશેષ સ્થાન સમાજમાં પણ છે. ભગવાનની આરાધના કરીને તેઓ પોતાનું જીવન પ્રસાર કરે છે. કેટલાક સંત કઠોર તપ કરીને પણ જીવન પસાર કરતા હોય છે. આજે તમને આવા જ એક સંત વિશે જણાવીએ જેણે પોતાના માથા ઉપર ઘઉં ઉગાડ્યા છે.

દર વર્ષે શિયાળાની ઋતુ આવે એટલે આ સંત માથા ઉપર ઘઉં ઉઘાડે છે. અત્યાર સુધીમાં તેઓ આવું કેટલીય વખત કરી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે તેમના અંતિમ શ્વાસ સુધી તેઓ આવી તપસ્યા કરતા રહેશે.

સોશિયલ મીડિયા ઉપર તેમની તસવીરો વાયરલ થતા લોકોના મનમાં પણ પ્રશ્ન થવા લાગ્યા છે કે આ સંત એ પોતાના માથા ઉપર ઘઉં કેવી રીતે ઉગાડ્યા હશે.

રાજ્યના ગિરનારના જંગલમાં સંતો મહંતો મોટી સંખ્યામાં તપસ્યા કરતા હોય છે વર્ષના કેટલાક દિવસો એવા હોય છે જ્યારે તેઓ બહાર આવે છે. જ્યારે તેઓ બહાર આવે છે ત્યારે લોકોનું ધ્યાન આકર્ષિત કરતા હોય છે. આવી જ રીતે સોશિયલ મીડિયા પર આ સંત પણ ચર્ચાનો વિષય બન્યા છે.

Leave a Comment