જ્યારે પણ જીવનમાં સંકટ આવે ત્યારે સૌથી પહેલા ભગવાન જ યાદ આવે. ભગવાનનું નામ લેવાની સાથે જ લોકોના કામ થઈ જતા હોય છે તેવામાં જ્યારે મુશ્કેલી આવે ત્યારે લોકો માનતા રાખતા હોય છે. ઘણા લોકો જીવનની કઠોર સમસ્યાને દૂર કરવા માટે માત્ર પણ કઠોર લેતા હોય છે.
આવી જ એક કઠોર માનતા પૂરી કરવા માટે એક યુવક પાવાગઢ પહોંચ્યો હતો. આ યુવક નો વિડીયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે કારણકે તેણે જે મનોકામના રાખી હતી અને જે રીતે તે માનતા પૂરી કરતો હતો તે જોઈને લોકોની આંખો ફાટી ગઈ.
પાવાગઢના દર્શનને જે બીજા ભક્તો આવ્યા હતા તે પણ આ યુવકને જોતા જ રહી ગયા. માતાજીએ જ્યારે યુવકની માનતા પૂરી કરી તો તેણે સુતા સુતા પાવાગઢ ચડવાની માનતા પૂરી કરવાનું નક્કી કર્યું. યુવકના જીવનમાં એક મુશ્કેલી હતી અને તે દૂર થઈ જતા તે મહાકાળી માના દર્શન કરવા માટે સુતા સુતા પગથિયાં ચડી રહ્યો હતો.
સામાન્ય રીતે ચાલીને પર્વત ચડવામાં પણ થાક અનુભવાય તેવામાં આ વ્યક્તિ સુતા સુતા પગથિયાં ચડીને માતાના દર્શન કરવા પહોંચ્યો હતો. આ યુવકની ભક્તિ જોઈને અન્ય ભક્તો પણ કહ્યું ઉઠ્યા કે ધન્ય છે આ ભક્તોને.