મોગલ મા ની માનતા રાખ્યાના દસ જ દિવસમાં મળી ગયું 11 તોલા સોનું

માતા મોગલ ના પરચા વિશે આજ સુધી તમે ઘણી વખત જાણ્યું હશે જ્યારે પણ લોકોની ઈચ્છા પૂરી થાય છે તો તેઓ માતાના દરબારમાં દોડી જાય છે અને પોતાની માનતા પૂરી કરે છે. આજ સુધીમાં લાખો ભક્તોની ઈચ્છા માતા મોગલ એ પૂરી કરી હશે

માતા મોગલ ના ભક્તો સમગ્ર દેશની સાથે સાથે વિદેશમાં પણ જોવા મળે છે. ઘણા ભક્તો તો વિદેશથી પણ માનતા પૂરી કરવા માટે કબરાઉ આવતા હોય છે. આજ સુધી અહીં દર્શન કરીને જે પણ માનતા રાખવામાં આવી હોય તે અચૂક પૂરી થઈ છે. માતા મોગલ પોતાના ભક્તોને હસતા હસતા પરત મોકલે છે.

માતા મોગલ ના દર્શન કરવા આવનાર ભક્તોને હંમેશા ચમત્કારની અનુભૂતિ થાય છે. તાજેતરમાં જ એક ભક્તો અહીં માનતા પૂરી કરવા આવ્યો હતો જેનું ૧૧ તોલા સોનું ગાયબ થઈ ગયું હતું. તેણે માતા મોગલ ની માનતા રાખી અને દસ જ દિવસમાં તેનો 11 તોલા સોનું ઘરમાંથી જ મળી ગયું.

જ્યારે સોનુ મળી ગયું તો તે માતાજીના દરબારમાં આવ્યો અને મનોકામના પૂર્ણ કરી સાથે જ તે 30 હજાર રૂપિયા લઈને આવ્યો હતો. તેણે મણીધર બાપુને પણ કહ્યું કે આ 30,000 રૂપિયા તે ધરાવવા ઈચ્છે છે પરંતુ મણિધર બાપુ એ રૂપિયા હાથમાં લઈને તેમાં એક રૂપિયો ઉમેરી બધા જ રૂપિયા પરત કરી દીધા

Leave a Comment