દરેક વ્યક્તિનો ધ્યેય એ હોય છે કે તે જીવનમાં આગળ વધે. આગળ વધવા માટે મહેનત પણ ઘણી કરવી પડે છે. જે વ્યક્તિ સતત મહેનત કરે છે તેને તેની મહેનત નું ફળ અચૂક મળે છે.
આજે તમને આવા જ એક પતિ પત્ની વિશે જણાવ્યું છે મને દિવસ રાત મહેનત કરી અને આજે તેઓ પોતે તો પગભર છે પરંતુ સાથે જ અનેક મહિલાઓને પણ રોજગારી પૂરી પાડે છે. આ પતિ પત્ની રાજકોટના રહેવાસી છે.
રાજકોટના ગાંધીગ્રામમાં રહેતા મિનલબેન અને તેના પતિ ભાવેશભાઈ અગરબત્તીનો વ્યવસાય કરે છે. તેમના લગ્નને 24 વર્ષ થયા છે અને તેઓ લગ્ન પછીથી આ કામ શરૂ કરી રહ્યા છે. આ સિવાય નવરાત્રિ દરમિયાન તેઓ ટ્રેડિશનલ ચણીયા ચોલી નો પણ વ્યવસાય કરે છે. આ કામને લઈને તે અલગ અલગ એક્ઝિબિશનમાં ભાગ લે છે અને સાથે જ માટીની વસ્તુઓ બનાવીને તેનું પણ વેચાણ કરે છે.
આપ પતિ પત્નીએ શૂન્યમાંથી સર્જન કર્યું અને આજે તેઓ પોતે તો પગ પર છે પરંતુ તેમની સાથે આ કામમાં અન્ય 15 મહિલાઓને પણ સારી એવી આવક મળી રહે છે.