શિવરાત્રીમાં કાર્યક્રમ માટે દેવાયત ખવડે 25 દિવસના જામીનની કરી અરજી..

ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. આ વખતે ચર્ચા તેમના કાર્યક્રમ અને સફળતાને નહીં પરંતુ તેમની સાથે જોડાયેલા વિવાદની છે. ડિસેમ્બર મહિનામાં દેવાયત ખવડે પોતાના બે સાથીદારો સાથે મળીને રાજકોટના મયુરસિંહ રાણા નામના વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો હતો ત્યારથી તેઓ જેલ ભોગવી રહ્યા છે.

તેવામાં ફરી એકવાર દેવાયત ખવડને લઈને મોટી વાત સામે આવી છે. દેવાયત ખવડે વચગાળાના જમીન માટે કોર્ટમાં અરજી કરી છે. દેવાયત ખવડે 25 દિવસના જામીન માટે કોર્ટમાં અરજી કરી છે.

જામીન અરજી માટે તેણે કોર્ટને જણાવ્યું છે કે શુભ રાત્રી અને લગ્ન પ્રસંગમાં સ્ટેજ પર કાર્યક્રમ હોવાના કારણે તેમને જામીન જોઈએ છે. તેણે એમ પણ જણાવ્યું છે કે શિવરાત્રીનો કાર્યક્રમ અને લગ્ન પ્રસંગ ના કાર્યક્રમ તેને અગાઉથી બુક કર્યા હતા. તેમાંથી કેટલાક કાર્યક્રમ માટે તેને એડવાન્સ રકમ પણ લીધી હતી. આ કાર્યક્રમ હવે રદ થઈ શકે તેમ નથી તેથી તેમને 25 દિવસના જામીન આપવામાં આવે..

તેને કોર્ટમાં એવું પણ જણાવ્યું કે તેની આર્થિક પરિસ્થિતિ એવી નથી કે તેને એડવાન્સ લીધેલી રકમ પરત કરી શકે તેથી તેણે કાર્યક્રમ આપવો પડશે. આ મામલે હવે રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ તેમનો અભિપ્રાય રજૂ કરવામાં આવશે ત્યાર પછી કોર્ટ નિર્ણય કરશે કે દેવાયત ખવડને 25 દિવસના જામીન આપવામાં આવે કે નહીં.

Leave a Comment