આજનો સમય તો એવો છે કે જેમાં કોઈને ₹500 પણ મળે તો તે તેને પરત આપવાનું વિચારે નહીં. મોંઘી વસ્તુઓ માટે તો લોકો ઝઘડા પણ કરી બેસતા હોય છે. પરંતુ તેવામાં કેટલાક લોકો એવા પણ હોય છે જેઓ ઈમાનદારીની મીશાલ પૂરી પાડે છે.
આવી જ ઘટના મધ્યપ્રદેશના જિલ્લાના ઉદયપુર વિસ્તારમાં બની. અહીં યશપાલસિંહ પટેલ નામના વ્યક્તિની એક બેગ ખોવાઈ હતી જેની અંદર સાત લાખ રૂપિયા ના દાગીના હતા. તેણે આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને પછી પોતાની રીતે પણ બેગ શોધવા માટે તપાસ શરૂ કરી. તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ પબ્લિસિટી કરી.
તેને જોઈને એક બાળકી જેનું નામ રીના હતું અને જે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી હતી તે પોલીસ પાસે પહોંચી. તેના પિતા સાથે તે પોલીસ પાસે ગઈ અને તેણે જણાવ્યું કે તેને આ બેગ મળી હતી અને તેના મૂળ માલિક યશપાલસિંહ પટેલ ને પરત કરી દેવામાં આવે. દીકરીએ ઈમાનદારી દેખાડીને સાત લાખ રૂપિયા સાચવી રાખ્યા અને તેના મૂડ માલિકને પરત કર્યા જેના કારણે તેને પણ 51 હજારનું ઇનામ આપવામાં આવ્યું.