સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ પોતાના વતનને આપી વધુ એક ભેટ, લોકો કરી રહ્યા છે ભરપૂર વખાણ

સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા પોતાના સત્કાર્યોના કારણે સતત ચર્ચામાં રહે છે. ઉદ્યોગ જગતમાં સફળતાના કારણે નામના મેળવવાની સાથે તેઓ હંમેશાં લોકોની મદદ માટે પણ આગળ રહે છે. આજ કારણ છે કે તેમની પ્રખ્યાતી દિવસે ને દિવસે વધી રહી છે. ગોવિંદભાઈ ધોળકિયા હાલ સુરતના છે પરંતુ તેઓ મૂડ અમરેલી જિલ્લામાં આવેલા લાઠી તાલુકાના દુધાળા ગામના વતની છે.

એક સફળ ઉદ્યોગપતિ બન્યા પછી પણ તેઓ પોતાના વતનને અને પોતાના જૂના દિવસોને ભૂલ્યા નથી. ડાયમંડ કંપનીના માલિક હોવા છતાં જ્યારે તેઓ દુધાળા ગામ જાય છે તો એક સામાન્ય માણસની જેમ ફરે છે. આ ઉપરાંત તેમણે પોતાના ગામને એક અનોખી ભેટ પણ આપી છે. ગોવિંદભાઈ ધોળકિયા પોતાના ખર્ચે દરેક ઘરની ઉપર સોલાર સિસ્ટમ ફિટ કરાવી રહ્યા. અડધા ગામમાં સોલાર સિસ્ટમ ફિટ થઈ ચૂકી છે અને અડધી જ કામગીરી બાકી રહી છે.

ગોવિંદભાઈ ધોળકિયા નું આ સપનું પૂરું થશે એટલે દુધાળા ગામમાં કોઈ પણ ઘરના વ્યક્તિને બિલ ભરવાની જરૂર નહીં પડે. આ કામ પૂરું થયા પછી દૂધાળા ગામ ભારતનું પહેલું એવું ગામ હશે જે આખું સોલાર સિસ્ટમથી સજજ હશે. ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા જે અનોખી ભેટ ગામને મળી રહી છે તેના કારણે દેશભરમાં તેમની ચર્ચા થઈ રહી છે.

દુધાળા ગામમાં 310 જેટલા મકાન છે અને તનમાં મકાનની ઉપર સોલાર સિસ્ટમની સુવિધા ઉભી કરવામાં આવશે. મહત્વનું છે કે થોડા સમય પહેલા જ ગોવિંદભાઈ ધોળકિયા નું લીવર ટ્રાન્સપ્લાન્ટ નું ઓપરેશન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમને નવું જીવન મળ્યું છે. નવું જીવન મળ્યા પછી તેમણે નક્કી કર્યું છે કે હવે તેઓ પોતાના વતનને એક અનોખી ભેટ આપશે જેના ભાગરૂપે તેઓ સોલર સિસ્ટમ ગામમાં નખાવી રહ્યા છે.

Leave a Comment