સુરતના ઉદ્યોગપતિ અને પીપી સવાણી ગ્રુપના સંસ્થાપક મહેશ સવાણી હજારો દીકરીઓના પાલક પિતા છે. મહેશ સવાણી એ અત્યાર સુધીમાં હજારો દીકરીઓના લગ્ન કરાવ્યા છે. તેઓ દીકરીઓના ફક્ત લગ્ન કરાવે છે તેવું નથી પરંતુ સાસરે વડાવેલી દીકરી માટે પિતા તરીકેની બધી ફરજ પણ નિભાવે છે. તેમના આ સત્કાર્યો માટે તેમને અલગ અલગ એવોર્ડ પણ આપવામાં આવ્યા છે. મહેશભાઈ સવાણી જે કાર્ય કરી રહ્યા છે તેની નોંધ ઇન્ડિયન આઇડલ માં પણ લેવામાં આવી હતી.
મહેશ સવાણીનું ખૂબ મોટું નામ સુરતમાં છે અને તેઓ કરોડપતિ પણ છે તેમ છતાં તાજેતરમાં તેમની કેટલીક તસવીરો વાયરલ થઈ છે જેમાં તેમની સાદગી ઉડીને આંખે વળગે તેવી છે. મહેશભાઈ સવાણી મોટા ઉદ્યોગપતિ છે તેમ છતાં તાજેતરમાં તેઓ બોટાદ ગયા હતા. તેમણે જે દીકરીઓનું કન્યાદાન કર્યું છે તેમાંથી એક દીકરી અહીં વળાવેલી છે. બોટાદ થી પોતાની દીકરીના સાસરે અચાનક પહોંચી ગયા અને દીકરીને સાથે જમીન પર બેસીને જમ્યા.
તેમને ફરી એકવાર સાબિત કરી દીધું કે તેઓ ફક્ત લગ્ન કરાવે છે તેવું નથી પરંતુ લગ્ન બાદ પણ દીકરીઓની સંભાળ લેતા હોય છે. મહેશભાઈ સવાણી દર વર્ષે હજારો દીકરીઓના લગ્ન કરાવે છે અને તેમના પાલક પિતા બને છે. આ રીતે તેઓ સમાજને નવી રાહચિંતિ રહ્યા છે.
મહેશભાઈ સવાણી ના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે અને લોકો તેમના વખાણ કરી રહ્યા છે. ફોટોમાં જોઈ શકાય છે કે તેઓ પોતાની દીકરી સાથે જમીન પર બેસીને જમી રહ્યા છે. દીકરી પણ પોતાના પિતાને અચાનક પોતાના ઘરે આવેલા જોઈને ખુશખુશાલ થઈ ગઈ હતી અને તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.