સુરત શહેરમાં એક ખૂબ જ વિચિત્ર ઘરના બની છે. અહીં હોસ્પિટલમાં ઓપરેશન માટે દાખલ મહિલાના પેટમાંથી એવી વસ્તુ નીકળી કે જેને જોઈને ડોક્ટરોની ટીમ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ.
સુરતની 44 વર્ષીય મહિલા ને તકલીફ હતી કે તેનું પેટ દિવસે ને દિવસે ફૂલી રહ્યું હતું. શરૂઆતમાં તો તેને અને પરિવારના લોકોને પણ ખબર ન પડી કે આવું શા માટે થઈ રહ્યું છે. પેટ ફુલવાની સાથે જ્યારે મહિલાને અસહ્ય દુખાવો થવા લાગ્યો તો તેઓ ડોક્ટર પાસે દોડી આવ્યા અને ડોક્ટરોએ તપાસ કરી દો જાણવા મળ્યું કે ગર્ભાશય પાસે મોટી ગાંઠ થઈ ગઈ છે અને મહિલાનો ઓપરેશન કરવું પડશે.
ડોક્ટરો માટે સમસ્યા એ પણ હતી કે મહિલાના શરીરના એક ભાગમાં પેરાલીસીસ હતું અને તેને બ્લડ પ્રેશર પણ હતું તેમ છતાં મહિલાનું ઓપરેશન કરવું જરૂરી હતું તેથી ડોક્ટરોની ટીમે સાવધાની પૂર્વક ઓપરેશન શરૂ કર્યું.
મહિલાનું ઓપરેશન કરતા તેની અંદરથી ચાર કિલોની ગાંઠ નીકળી આ ગાંઠ જોઈને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે ગર્ભાશય પાસે આટલી મોટી ગાંઠ આજ સુધી તેમને પણ જોઈ ન હતી.
સમયસર ડોક્ટરોએ સારવાર અને ઓપરેશન કરી નાખતા મહિલાનો જીવ બચી ગયો અને તેનાથી પરિવારના સભ્યો પણ ખુશ થઈ ગયા અને રાહતનું શ્વાસ લીધો.