સુરત શહેર ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. અહીં એક એવી ઘટના બની છે જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. આ ઘટના એટલી ભયંકર છે કે કાચા પોચા મનના વ્યક્તિ તો જોઈને પણ ડરી જાય. આજ સુધી તમે નવજાત બાળકોને તરછોડી દેવાની તો ઘણી ઘટનાઓ વિશે સાંભળ્યું હશે.
આવા કામ લોકો રાતના અંધારામાં કે અવાવૃત જગ્યાએ કરે છે જેથી તેમને કોઈ જોઈ ન શકે. પરંતુ તાજેતરમાં સુરતનો એક ચોક આવનારો વિડિયો સામે આવ્યો છે જેમાં એક મહિલા ધોળા દિવસે ભ્રૂણને રસ્તા પર ફેંકતી જોવા મળે છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે માતા-પિતા ત્રણ માસના ભૃણને રસ્તા પર ફેંકતા જોવા મળે છે. રુણી ને રસ્તા પર ફેંકીને બન્ને ત્યાંથી ફરાર થઈ જાય છે. આ ઘટનાનો વિડીયો સામે આવ્યા પછી પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. માતા પિતાએ રસ્તા પર ભ્રૂણ ફેંક્યું તે ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સીસીટીવી ના ફૂટેજ માં જોવા મળે છે કે પુરુષના હાથમાં એક ફાઈલ પણ છે.
જ્યારે રસ્તા વચ્ચે મહિલા જે હરકત કરે છે તે જોઈને તો કોઈ પણ ધ્રુજી જાય. મહિલા ભ્રુણને બહાર કાઢીને રસ્તા પર ફેંકતી જોવા મળે છે. આ ઘટના ઘોડાદર વિસ્તારના લક્ષ્મીનારાયણ સોસાયટીના ગેટ પાસે બની હતી. આ ઘટના બનતા ચારે બાજુ અફરાતફરી થઈ ગઈ હતી. રસ્તા વચ્ચે પડેલું ભ્રૂણ જોઈને લોકો પણ ડરી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે આ ઘટનામાં ગુનેગાર એવા માતા પિતાની શોધ ખોળ શરૂ કરી છે.
આ ઘટનાના સીસીટીવી પણ વાયરલ થયા છે તેમાં સૌથી વધુ ચોંકાવનારી વાત તો એ છે કે મહિલા પોતાનું ભ્રૂણ જાતે બહાર કાઢે છે અને તેને ફેંકીને ત્યાંથી ફરાર થઈ જાય છે.