ગુજરાતના કલાકારોમાં જીગ્નેશ કવિરાજ નું નામ દિવસે અને દિવસે લોકપ્રિય થઈ રહ્યું છે. જીગ્નેશ કવિરાજ વિશે જાણવા માટે લોકો આતુર હોય છે. જીગ્નેશ કવિરાજ ના ગીત ના કારણે તેમણે લોકોના દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે. સંઘર્ષ કર્યા પછી આજે તેઓ સફળતાના શિખરે ચડ્યા છે. ગુજરાતી ગીતોમાં જીગ્નેશ કવિરાજ ના ગીત ને લોકો ખૂબ પસંદ કરે છે.
જીગ્નેશ કવિરાજ નો જન્મ ત્રણ સપ્ટેમ્બર 1988 ના રોજ મહેસાણાના ખેરાલુ ગામમાં થયો હતો. નાનપણથી જો તેને સંગીત ક્ષેત્રે લગાવતો અને તેના પિતા હસમુખભાઈ બારોટ તેમજ મોટાભાઈ વિશાલભાઈ બારોટ પણ સંગીત સાથે સંકળાયેલા હતા.
તેથી નાની ઉંમરમાં જ તેમણે પણ ભજન ગાવાની તાલીમ લીધી અને પોતાના કાકા સાથે કાર્યક્રમમાં જવા લાગ્યા. ધીરે ધીરે તેમણે પણ સંગીતના ક્ષેત્રમાં ઝંપલાવ્યું અને તેમને સફળતા મળી.
જીગ્નેશ કવિરાજ એ પહેલી વખત એક લગ્ન પ્રસંગમાં ગીત ગાયા હતા તે સમયે કમલેશભાઈ જે પોતે સ્ટુડિયો ચલાવે છે તેઓએ તેમને સાંભળ્યા અને 13 વર્ષની ઉંમરે જીગ્નેશ કવિરાજ નું ગીત ગાવાની તક મળી. ત્યાર પછી એક પછી એક ગીત તેના હિટ થતા તે લોકપ્રિય થઈ ગયા.
જીગ્નેશ કવિરાજ ની પહેલી કેસેટ બહાર આવી તેનું નામ હતું દશામાની મહેર. તે સમયે દશામાનુ વ્રત ચાલતું હતું તેથી દશામાની લહેર નામથી કેસેટ બહાર પાડવામાં આવી. ત્યાર પછી જીગ્નેશ કવિરાજ લોકપ્રિય થઈ ગયા અને તેનું જીવન બદલી ગયું.
જીગ્નેશ કવિરાજના પરિવારની વાત કરીએ તો તેના પરિવારમાં તેમના માતા તેમના પત્ની અને સંતાનો છે તેમની સાથે તેઓ આજે ખૂબ જ આલીશાન જીવન જીવી રહ્યા છે