આજના સમયમાં દરેક યુવાન સપનું જોવે છે કે તે સારી રીતે અભ્યાસ કરે અને પછી વિદેશમાં જઈને સારા પગાર વાળી નોકરી મેળવે. ઘણા યુવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે સફળ થતા નથી. પરંતુ આજે તમને એક એવા યુવક વિશે જણાવીએ જેની પાસે બધું જ હતું જે એક યુવકનું સપનું હોય પરંતુ તેણે બધું જ છોડીને દીક્ષા લઈ લીધી.
પ્રાંશુક નામનો વ્યક્તિ અમેરિકામાં સાયન્ટિસ્ટ તરીકે નોકરી કરતો હતો. તેનું પગાર 1.25 કરોડ રૂપિયા હતો. વાર્ષિક એટલું મોટું પેકેજ હતું છતાં પણ જ્યારે તેને સાધુ બનવાનો રંગ લાગ્યો તો તેણે કહ્યું કે રૂપિયા તેના માટે કાગળ સમાન છે. તે વર્ષ 2017માં અમેરિકા ગયો હતો. તેને ધર્મમાં પહેલાથી જ રુચિ હતી અને તે ધાર્મિક પુસ્તકો પણ વાંચતો. વર્ષ 2021 માં તેને નોકરીમાંથી મન ઊઠી ગયું અને તેણે કરોડ રૂપિયાના વાર્ષિક પેકેજની નોકરી છોડી દીધી.
ત્યાંથી તે તુરંત ભારત પરત આવી ગયો અને જિનેન્દ્ર સાધુની નિશ્રામાં જ્ઞાન પ્રાપ્ત કરવાનું નક્કી કર્યું. પરિવાર ને પણ તેણે પોતાનું નિર્ણય જણાવી દીધો અને પરિવારના લોકો પણ દીકરાના નિર્ણયથી ખુશ હતા. પરિવારનું કહેવું હતું કે દીકરો જો ભક્તિ કરવાથી ખુશ રહે તો તેમને કોઈ વાંધો નથી. તેના પિતા પણ બિઝનેસમેન છે અને તેઓ સધ્ધર પરિવાર માંથી આવે છે. તેમ છતાં યુવકે બધું જ છોડીને દીક્ષા લઈ લીધી અને ભક્તિના માર્ગે ચાલી નીકળ્યો.