મુંબઈમાં ઘણા બારમાં ગેરકાયદેસર રીતે છોકરીઓને ડાન્સ કરાવવામાં આવે છે. અહીં છોકરીઓ પાસે અશ્લીલ ડાન્સ કરવા કરાવવામાં આવે છે અને પુરુષોને આકર્ષિત કરવામાં આવે છે.
ડાન્સબાર ની આડમાં દેહ વેપાર નો ધંધો પણ કરવામાં આવે છે. આ રીતે ચાલતા ગોરખ ધંધાને ઝડપી પાડવા માટે પોલીસ અવારનવાર બાર પર દરોડા કરતી હોય છે.
થોડા સમય પહેલા જ મુંબઈ પોલીસ દ્વારા અંધેરીમાં આવેલા એક બાર ઉપર દરોડો કરવામાં આવ્યો હતો. જ્યારે પોલીસે 12 ની અંદર એન્ટ્રી કરી તો એક પણ યુવતી તેને દેખાઈ નહીં. પરંતુ પોલીસને પાકી બાંધવી મળી હતી કે અહીં યુવતીઓ છે. પોલીસની ટીમે કલાકો સુધી બારમાં શોધખોળ કરી.
પોલીસે બારનું ખૂણે ખૂણે તપાસી લીધો પરંતુ એક પણ યુવતી મળી નહીં. જોકે પોલીસને સમાજ સેવા શાખા ના એક અધિકારીએ ફરિયાદ કરી હતી.
તેમનું કહેવું હતું કે આ બારમાં ગર્લ્સને નચાવવામાં આવે છે અને લોકોની ભીડ ઉંટે છે આ સાથે જ ગ્રાહકો રોજ લાખો રૂપિયા ઉડાવી દે છે. આ બાર આખી રાત ખુલ્લો રહે છે અને લોકોની અવર જવર સતત રહે છે.
પોલીસને પાકી બાતમી મળી હોવાથી સતત ૧૫ કલાક સુધી બાર ગર્લ્સ ને શોધવામાં આવી. બાથરૂમ, સ્ટોર રૂમ, રસોડું કોઈ જ જગ્યાએ એક પણ યુવતિ મળી નહીં. તેવામાં પોલીસની નજર એક મોટા અરીસા ઉપર પડી.
અરીસો એવી જગ્યાએ હતો કે પોલીસને શંકા ગઈ. પોલીસની ટીમે હથોડી વડે અરીસાનો કાચ તોડી નાખ્યો. અરીસો જેવું તૂટ્યું કે તેની પાછળથી દરવાજો નીકળ્યો.
જ્યારે પોલીસે આ દરવાજો ખોલ્યું તો અંદર નું દ્રશ્ય જોઈને પોલીસની આંખો પણ ચાર થઈ ગઈ. તેની અંદર ત્રણ ફૂટ પહોળા રૂમમાં 17 છોકરીઓ છુપાયેલી હતી.
પોલીસની રેડ દરમિયાન યુવતીઓને આ રૂમમાં છુપાવી દેવામાં આવી હતી. પોલીસે તેમને બહાર કાઢી અને બહાર ચલાવનાર 20 લોકો વિરોધ ફરિયાદ દાખલ કરી.