ગુજરાતમાં આમ તો ઘણા નાના મોટા મંદિરો આવેલા છે. આવું જ એક ચમત્કારિક મંદિર છે ગોગા મહારાજ નું મંદિર. આ મંદિર બનાસકાંઠાના ડીસાના નાગફડા ગામે આવેલું છે અહીં સાક્ષાત ગોગા મહારાજ બિરાજે છે.
આ મંદિર 200 વર્ષથી પણ વધારે જૂનું છે અને મોટી સંખ્યામાં અહીં પતિ પત્ની દર્શન કરવા આવે છે. જેમને સંતાન ન થતું હોય તેવો અહીં આવીને બાંધતા રાખે છે અને ગોગા મહારાજે અત્યાર સુધીમાં ઘણા દંપત્તિને સંતાન સુખ આપીને પરચો પણ આપ્યો છે.
ગોગા મહારાજ નું મંદિર અહીં તળાવની પાળ ઉપર આવેલું છે. મંદિરને ભક્તો તળાવની પાડનાર ગોગા મહારાજ તરીકે પણ ઓળખે છે. મંદિરના ઇતિહાસની વાત કરીએ તો વર્ષો પહેલા ગામમાં કુવારી કન્યાઓએ ગોગા મહારાજને વરસાદ લાવવા માટે અરજી કરી હતી અને મહારાજ વરસાદ લાવ્યા હતા.
ત્યાર પછી અહીં ગાયો એ પાણી પીધું અને તેમાંથી જે દૂધ મળ્યું તે ગોગા મહારાજને પીવડાવવામાં આવ્યું. અહીં મોટા સંખ્યામાં એવા પતિ પત્ની આવે છે જેમને સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય અહીં માનતા રાખવાથી તેમની આ ઈચ્છા પૂરી થાય છે