સોશિયલ મીડિયા એવું માધ્યમ બની ગયું છે જેના દ્વારા લોકોને મદદ પણ કરી શકાય છે. તાજેતરમાં જ કરૌલી ખાતે ગામના લોકોએ એકઠા થઈને એક દિવ્યાંગ ની મદદ કરવા માટે સોશિયલ મીડિયા પર અભિયાન શરૂ કર્યું હતું. ગામ લોકોએ એકઠા થઈને આ વ્યક્તિને મદદ કરવા માટે મુખ્યમંત્રી અને રાજ્યપાલ સુધી અપીલ કરી હતી. અહીંના એક સ્થાનિક યુવાન જે દિવ્યાંગ છે તેના માટે લોકોએ સમર્થન આપ્યું હતું.
અહીંના સાઈપુર નામના ગામમાં કૃષ્ણકુમાર રહે છે. તેને બંને હાથ નથી અને જેના કારણે તે પોતાના પિતા ઉપર નિર્ભર છે. બંનેનું જીવન નિર્વાહ પિતાને મળતા વૃદ્ધાવસ્થાના પેન્શનના હજાર રૂપિયા અને કૃષ્ણને મળતા વિકલાંગતા ના 750 રૂપિયાથી થાય છે. જોકે આટલા રૂપિયામાં બંનેનું ગુજરાન ચાલે એમ ન હોવાથી કૃષ્ણએ સરકારી નોકરી માટેની પરીક્ષાઓની તૈયારી કરી હતી.
તેણે બીએડ સુધીનો અભ્યાસ પણ કરેલો હોવાથી તેણે રીટની પરીક્ષાની તૈયારી કરી હતી. તે જ્યારે છ વર્ષનો હતો ત્યારે એક દુર્ઘટનામાં તેના હાથ કપાઈ ગયા હતા. તે નાનો હતો ત્યારે ખેતરમાં ડીઝલ પંપ બંધ કરવા ગયો હતો તે દરમિયાન પંપમાં આવી જવાના કારણે તેના હાથ ખભાથી તૂટી ગયા હતા.
હાથ ગુમાવ્યા છતાં પણ તેણે બીએડ સુધીનો અભ્યાસ કર્યો. તેને પગ વડે લખતા શીખી લીધું. ત્યાર પછી પણ તે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપે છે. ગામ લોકો તેનો આ સંઘર્ષ જોઈને તેને સરકારી નોકરી મળે તે માટે અભિયાન ચલાવી રહ્યા હતા. કૃષ્ણકુમાર ગામના બાળકોને મફતમાં ટ્યુશન પણ કરાવતો હતો. તેની પાસે ગામનો 100 થી વધુ બાળકો ભણવા આવે છે. પરંતુ જ્યારે તેણે ફી તરીકે ₹50 લેવાનું શરૂ કર્યું તો બાળકોએ ભણવા આવવાનું બંધ કરી દીધું.
તેના પિતાએ કૃષ્ણ અને જિલ્લા વહીવટી તંત્રમાં નોકરી મળે તે માટે અપીલ પણ કરી હતી. જિલ્લા કલેકટરે તેમને કામ આપવા સૂચના પણ આપી હતી પરંતુ વાહન વ્યવહારના અભાવના કારણે તે કામ કરી શક્યો નહીં. કૃષ્ણકુમારને છ ભાઈ અને ત્રણ બહેનો કૃષ્ણકુમાર સૌથી નાનો છે. તેની માતાનું પણ 2021 માં કોરોના દરમિયાન અવસાન થયું હતું.
કોઈ કામ ન હોવાથી કૃષ્ણકુમાર તેના ભત્રીજાઓ ને રોજિંદા કામમાં મદદ કરે છે. જોકે કૃષ્ણ કુમારને ત્રણ વર્ષ પહેલાં આવાસ યોજના હેઠળ મકાન ફાળવવામાં આવ્યું હતું. પરંતુ હપ્તા ભરવાની માટેના પૈસા ન હોવાથી તે કામ પણ ન થયું.
હવે તેની મદદ માટે ગ્રામજનો આગળ આવ્યા છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રીને વિનંતી કરવામાં આવી છે કે કૃષ્ણકુમારને નોકરી આપવામાં આવે.