આટલી કરુણ લવ સ્ટોરી આજ સુધી નહીં જોઈ હોય તમે, પતિને બસ એક જ અફસોસ રહ્યો કે…

જુનાગઢ શહેરમાં એક ખૂબ જ દુઃખદ અને હૃદય દ્રાવક ઘટના બની હતી જેના પડખા ગુજરાત ભરમાં પડ્યા હતા. આ ઘટના વિશે જાણીને લોકોને આંખમાં પણ આસું આવી જાય છે. જુનાગઢ શહેરમાં ફોટોગ્રાફર મયુરભાઈ સોલંકી ના દીકરા શ્રીનાથ ના લગ્ન મોનિકા નામની યુવતી સાથે થયા હતા. બંનેએ ખૂબ ઓછું લગ્નજીવન માણ્યો પરંતુ આજના સમયમાં દરેક માટે તેમનું લગ્ન જીવન ઉદાહરણરૂપ કહી શકાય. યુવાનોએ તેમના લગ્ન જીવનથી પ્રેરણા લેવી જોઈએ.

મોનિકા અને શ્રીનાથને 2013 માં પહેલી મુલાકાત પછી પ્રેમ થઈ ગયો તે સમયે મોનિકા 20 વર્ષની અને શ્રીનાથ 19 વર્ષનો હતો. ત્યારથી તેઓએ એકબીજાના પ્રેમમાં હતા. ઉંમરમાં મોનિકા મોટી હતી પરંતુ શ્રીનાથનો પરિવાર સારો હતો તેથી સમાજની ચિંતા કર્યા વિના બંને પરિવારે દીકરા દીકરીના લગ્ન કરાવી દીધા.

તેમની સગાઈ ચાર વર્ષ સુધી રહી. ત્યાર પછી તેમના લગ્ન થયા. લગ્ન પછી મોનિકાએ પોતાનું પાર્લર શરૂ કર્યું અને સાસરાના લોકોએ પણ તેનો સપોર્ટ કર્યો. લગ્ન જીવનમાં મોનિકા ગર્ભવતી થઈ અને પરિવારમાં ખુશીઓ છવાઈ ગઈ. દરેક વ્યક્તિ આતુરતાથી રાહ જોતી હતી કે મોનિકા અને શ્રીનાથના બાળકનો જલ્દીથી જન્મ થાય.

શ્રીમંત ની વિધિ પછી મોનિકા વેરાવળ તેના પિયર ગઈ હતી. તે અચાનક જ મોનિકા ની તબિયત ખરાબ થઈ ગઈ અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. શ્રીનાથ જુનાગઢ થી વેરાવળ પહોંચ્યો અને ડોક્ટરોએ તેને ખૂબ જ દુઃખદ સમાચાર આપ્યા કે મોનિકા નું બ્રન્ડેડ થઈ ગયું છે.

જોકે ગર્ભમાં બાળક જેવી થતું તેથી તુરંત જ તેનું સિઝેરિયન કરવામાં આવ્યું પરંતુ બાળકનો જન્મ થયો પછી તે થોડા સમયમાં અવસાન પામ્યો. જોકે મોનિકા નું બ્રેન્ડ થયું હોવાથી શ્રીનાથે એક મહત્વનો નિર્ણય લીધો અને તેના અંગનું દાન કરીને માનવતાને મહેકાવી. જ્યારે મોનિકા ની અને તેના સંતાનની અંતિમયાત્રા નીકળી તો ઉપસ્થિત બધા જ લોકોની આંખમાંથી આંસુ સરી પડ્યા.

Leave a Comment