આજના સમયમાં લોકો રૂઢિચુસ્ત રહ્યા નથી અને નાની ઉંમરમાં જ્યારે કોઈ યુક્તિને વિધવા બનવાનો વારો આવે તો તેના બીજા લગ્ન કરાવવામાં આવે છે. સમાજમાં અને એક પુનઃવિવાહના પ્રસંગો બન્યા છે. જેમાં નાની ઉંમરમાં વિધવા થયેલી પુત્ર વધુ ના લગ્ન સસરાવાળા જ કરાવી દેતા હોય છે.
પરંતુ કચ્છના માંડવી તાલુકાના વરજડી ગામમાં એક અનોખી ઘટના બની છે. અહીં પુત્રવધુ ના બીજા લગ્ન તો થયા છે પરંતુ પરિવારે તેની સાથે અનોખું કામ પણ કર્યું છે. પરિવારને પોતાની પુત્ર વધુ ખૂબ જ લાડકી હતી. જ્યારે પુત્રનું મોત થઈ ગયું અને પુત્ર બધું વિધવા થઈ ગઈ તો આ પરિવારે અનોખો નિર્ણય લીધો.
પટેલ પરિવારના જુવાન જૂથ દીકરાનું અવસાન થઈ જતા પુત્રવધુ અને તેના બે દીકરા નિરાધાર થઈ ગયા. જોકે સાસુ સસરા ને પોતાની પુત્ર વધુ અને પૌત્ર ખૂબ જ વહાલા હતા. તેમની ઇચ્છા ન હતી કે ત્રણેય ઘર છોડીને જાય. સાથે જ તેમની ઈચ્છા હતી કે પુત્ર વધુનું ઘર પણ વસે. તેથી તેમણે 35 વર્ષના એક યુવાનને દીકરા તરીકે દત્તક લીધો. અને પછી તેની સાથે પુત્રવધુ ના બીજા લગ્ન કરાવ્યા.
પટેલ પરિવારના દીકરાનું 2021 માં વીજ કરંટ લાગતા મોત થઈ ગયું હતું. દીકરાનું મોત થતા પરિવાર ઉપર આભ તૂટી પડ્યું. પરંતુ સાસુ સસરાએ પુત્રવધુ ના બીજા લગ્ન કરવાનો વિચાર કર્યો. પરંતુ તેઓ ઇચ્છતા ન હતા કે પુત્ર વધુ તેના ઘરમાંથી જાય તેથી તેમણે યોગેશ નામના 35 વર્ષના યુવાનને દત્તક લીધો. અને તેની સાથે પુત્રવધુ ના લગ્ન કરાવ્યા. આ ઘટનાને લઈને પટેલ પરિવારના વખાણ રાજ્યભરમાં થઈ રહ્યા છે