આ મંદિર છે અનોખું, અહીં કોઈ ભગવાનની નહીં રોયલ એનફિલ્ડની થાય છે પૂજા… જાણો શું છે કારણ

જ્યારે પણ કોઈ મંદિરની ચર્ચા થતી હોય તો મનમાં દેવી દેવતાની પ્રતિકૃતિ સામે આવે. પરંતુ આજે તમને એક એવા મંદિર વિશે જણાવીએ જે હકીકતમાં મંદિર છે પરંતુ ત્યાં કોઈ દેવી-દેવતા ની પૂજા થતી નથી. આ મંદિરની અંદર એક બાઈક ની પૂજા કરવામાં આવે છે.

આ વાત સાંભળવામાં વિચિત્ર લાગશે. પરંતુ ખરેખર રાજસ્થાનમાં બાઈકનું મંદિર આવેલું છે અહીં એક બાઈકની ભગવાનની જેમ પૂજા કરવામાં આવે છે. એટલું જ નહીં લોકો અહીં પૂજા કરીને માનતા પણ રાખતા હોય છે. આ મંદિરની અંદર રોયલ એનફિલ્ડ બુલેટ ની પૂજા કરવામાં આવે છે. અહીં બાઈક રાઇડર અને અન્ય લોકો પોતાની સુરક્ષા અને સુખ સમૃદ્ધિની કામના સાથે પૂજા કરે છે.

બાઈકનું આ અનોખું મંદિર રાજસ્થાનના જોધપુર થી 50 કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિરને બન્ના ધામ તરીકે ઓળખવામાં આવે છે. બાઈક આપમેળે આ જગ્યાએ જતી તેથી આ મંદિરને બન્ના ધામ તરીકે તૈયાર કરવામાં આવ્યું. અહીં બુલેટ બાબાનું મંદિર પણ તેને કહેવામાં આવે છે. આવતા જતા લોકો અહીં બુલેટ બાબા ના મંદિરમાં પ્રાર્થના કરવા આવતા હોય છે.

આ બુલેટ એક દિવસ રસ્તા પરથી મળી હતી પોલીસને શંકા જતા તેને બુલેટને કબજે કરી પરંતુ પોલીસચા આશ્ચર્ય વચ્ચે બીજા દિવસે બુલેટ આજે જે મંદિર છે ત્યાં જ પહોંચી ગઈ હતી. બુલેટ જાતે જ સ્ટાર્ટ થઈને આ જગ્યાએ આવી જતી તેથી લોકોએ અહીં મંદિરનું નિર્માણ કરાવ્યું. છ મહિના સુધી બાઈક ને કોઈપણ જગ્યાએ લઈ જવામાં આવે તો તે ચાલુ થઈને આ જગ્યાએ આવી જતી.

જાણવા મળતી માહિતી અનુસાર રાજસ્થાનના ચોટીલા ગામના ઓમ સિંહ રાઠોડનું 30 વર્ષ પહેલા અહીં રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. અકસ્માત થયા પછી ઓમ સિંહની બોડી અને બાઈકને પોલીશ એક સ્ટડીમાં લીધી હતી. પરંતુ બીજા દિવસે પોલીસની કસ્ટડીમાંથી બાઈક ગાયબ થઈ ગઈ અને દુર્ઘટના થઈ હતી તે જગ્યાએ આવી ગઈ. બાઈક વારંવાર આજ જગ્યા પર આવી જતા લોકોએ તેને ચમત્કાર ગણ્યો અને પછી અહીં ઓમ બનના નું મંદિર બનાવી ત્યાં બુલેટ ની સ્થાપના કરી તેની પૂજા કરવાનું શરૂ કર્યું.

Leave a Comment