રાજ્યભરમાં અકસ્માતો દિવસેને દિવસે વધી રહ્યા છે. વાહન સ્પીડથી ચલાવવાના કારણે ઘણા અકસ્માત સર્જાતા હોય છે. તાજેતરમાં જ રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર પણ ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં હર્ષદ દેવડા નામના યુવાને પોતાનો જીવ ગુમાવ્યો. આ ઘટનાના સીસીટીવી પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
હરસિધ્ધિના માતા પિતાનું એકનું એક દીકરો હતો અને તેનું પણ મૃત્યુ આ રીતે થઈ જતા પરિવાર ઉપર આપ તૂટી પડ્યું હતું. સમગ્ર ઘટના વિશે જાણવા મળતી માહિતી અનુસાર રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર મહાનગરપાલિકા દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું જેમાં શુક્રવારે એક યુવાનનું મોત થયું. મહાનગરપાલિકા દ્વારા કામગીરી ચાલુ હતી તેના કારણે ખાડો ખોદવામાં આવ્યો હતો પરંતુ ત્યાં કોઈપણ પ્રકારનું સાઈન બોર્ડ મૂકવામાં આવ્યું નહીં.
સવારના સમયે હર્ષભાઈ કોપર પોતાની ઓફિસ જઈ રહ્યો હતો તે દરમિયાન સ્પીડના કારણે તે ખાડામાં પડી ગયો અને તેનું મોત થઈ ગયું. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં જોવા મળ્યું છે કે હર્ષ બાઈક લઈને જતો હતો ત્યારે તેની આગળ એક બાઈક જતી હતી તેને ઓવરટેક કરતી વખતે બંને વચ્ચે ટક્કર થઈ ગઈ. આ ટક્કર એટલી જોરદાર હતી કે હર્ષ રોડ ઉપર ઘસડાઈને સીધો જ ખાડામાં પડી ગયો અને તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું.
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. સાથે જ જાણવા મળ્યું છે કે રોડ ઉપર બાઈક ઓવર સ્પીડમાં હતું તેથી બે બાઈક વચ્ચે અથડામણ થઈ અને હર્ષ ખાડામાં પડી ગયો