એક માતા માટે તેનું બાળક તેની દુનિયા હોય છે. બાળકનો જન્મ થાય પછી માતાનો બધો જ સમય બાળકને ઉછેરવા માટે અને તેની સાર સંભાળ રાખવા માટે થાય છે. દરેક માતા ઈચ્છે છે કે તેના સંતાનને ક્યારેય કોઈ તકલીફ ન પડે તેના માટે તે સંતાનનું ખાસ ધ્યાન રાખે છે.
જોકે આવી સ્થિતિમાં કેટલીક ઘટનાઓ એવી પણ બને છે કે જ્યાં માતા વધારે પડતું ધ્યાન રાખે કે પ્રેમ આપે તો બાળક માટે તે મુશ્કેલીનું કારણ બની જાય છે. આવી જ એક ઘટના ઇંગ્લેન્ડમાં બની હતી. ઇંગ્લેન્ડમાં રહેતી 24 વર્ષીય બેકી સ્ટાઈલને 10 મહિનાનું પુત્ર છે.
બેકી એક દિવસ પોતાના દીકરાનું ડાયપર બદલી રહી હતી તે દરમિયાન તેની નજર તેના દીકરાના મોઢાના ઉપરના ભાગ ઉપર પડી. તેને બહારથી જોતા દીકરાના મોઢામાં કાણું હોય તેવું લાગ્યું. તને દીકરાના મોઢામાં હાથ નાખીને સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બાળક તેને સ્પર્શ કરવા દેતો ન હતો.
બાળકને રડતો જોઈને તે ગભરાઈ ગઈ અને તે તુરંત જ ડોક્ટર પાસે તેના પતિને લઈને પહોંચી ગઈ. બેકી અને તેના પતિને સમજાતું ન હતું કે અચાનક તેમના બાળકને શું થઈ ગયું. હોસ્પિટલમાં દાખલ કર્યા પછી નર છે બાળકની તપાસ કરી.
બાળકની તપાસ કરતાં નર્સ ને સમજાઈ ગયું કે હકીકતમાં શું થયું છે. બાળકના મોઢા ને જોતા એવું જ લાગે કે તેના મોઢામાં કાણું પડી ગયું છે પરંતુ નરશે માતા પિતાને જણાવ્યું કે બાળકના મોઢામાં કાણું પડ્યું નથી પરંતુ એક નાનકડું સ્ટીકર ચોંટી ગયું છે જે બાળક રમતા રમતા મોઢામાં ગળી ગયું હશે. પરંતુ માતા પોતાના બાળકને લઈને એટલી ચિંતામાં પડી ગઈ કે તેને બીજો કોઈ વિચાર ન કર્યો અને તેઓ હોસ્પિટલ દોડી આવ્યા.