એક સમયે વિજય સુવાળા નોકરી કરતા હતા અને આજે બની ગયા ગુજરાતના સૌથી પ્રિય ગાયક

આજે તમને એક એવા કલાકાર વિશે જણાવીએ જેણે જીવનમાં ઘણું સંઘર્ષ કર્યો અને આગળ આવ્યા છે. આ લોકપ્રિય કલાકાર છે વિજય સુવાળા. તેમને કંઠે ગવાયેલા ગીત ખૂબ જ લોકપ્રિય થાય છે. આજે તેઓ જાહોજલાલી ભર્યો જીવન જીવે છે પરંતુ એક સમયે તેણે જીવનના ખરાબ દિવસો પણ જોયા છે.

વિજય સુવાળા જે લોકો વિજય ભુવાજી તરીકે ઓળખે છે તે ગુજરાતના લોકપ્રિય ગાયક છે તાજેતરમાં તેઓ આમ આદમી પાર્ટીમાં પણ જોડાયા છે. તેમના ગીત અને ભજનથી લોકો તેમને ઓળખે છે અને સોશિયલ મીડિયા ઉપર તેના વિડીયો વાયરલ થાય છે.

તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો અને તેનું મૂળ વતન મહેસાણા નું કડી તાલુકાનું સુવાળા ગામ છે જેના ઉપરથી જ તેણે પોતાની સરનેમ સુવાળા રાખી છે. જ્યારે તેઓ ધોરણ 10 માં અભ્યાસ કરતા હતા ત્યારથી તેણે ગાવાની શરૂઆત કરી દીધી તેમનો અવાજ સારો હોવાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પણ તેમનું પફોર્મન્સ ગમતું.

આ સિવાય તેઓ નવરાત્રી દરમિયાન ગરબાના આયોજનમાં પણ છતાં ત્યારથી જ તેમને સ્ટેજ ઉપર ગીત ગાવાની શરૂઆત કરી. જોકે સફળ ગાયક બને તે પહેલા તેમને અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલા આલ્ફા વન મોલમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી મળી હતી. ત્યાર પછી vodafone માં કસ્ટમર કેર અને મારુતિ સુઝુકી ના શોરૂમમાં પણ તેઓ નોકરી કરી ચૂક્યા છે.

તેઓ વિહત માતાના ભુવાજી પણ છે. માતાજીની રેગરી ગાવાનો પણ તેમને ખૂબ જ શોખ છે. જે તેમને પિતા અને દાદા પાસેથી વારસામાં મળ્યું છે.

Leave a Comment